સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું છે. બે દિવસથી તાપી નદીમાં પાણી છોડાયું છે. પાણી સુરત શહેરના વોકવે પર ફરી વળ્યા છે. મનપાએ બનાવેલ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે. કૃત્રિમ તળાવમાં પાણી ભરાતા તળાવ બંધ કરાયું છે. ગણપતિ વિશર્જન માટે લોકોને બીજી જગ્યાએ બનાવેલા તળાવમાં જવા અપીલ કરવામાં આવી રહી છે.


 તાપી નદીનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું 

ઉપરવાસમાં સતત વરસાદને લઇ તાપી નદીમાં બે દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. સુરત શહેરના વોકવે પર પાણી ફરી વળ્યાં છે. મનપા દ્વારા બનાવેલું કુત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે. ડક્કા ઓવારાના કુત્રિમ તળાવમાં પાણી આવી જતા કુત્રિમ તળાવ બંધ કરવામાં આવ્યું છે. લોકોને રામજી ઓવારા-પાલ RTO પર વિશર્જન માટે લોકોને ડાયવર્ટ થવા તંત્રની અપીલ છે.

શહેરના વોકવે પર પાણી ફરી વળ્યાં

શહેર તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં સતત બે દિવસથી પાણી છોડવામાં આવતા તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તાપીમાં ભારે પૂર જેવી સ્થિતિના લીધે લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તથા નદીની આસપાસ કૃત્રિમ તળાવ ધોવાતા લોકોને ગણેશ વિસર્જન માટે બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે.


  • Follow us on: