સુરતના જાણીતા વકીલે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ફિરોઝ પઠાણ કોંગ્રેસના લીગલ સેલમાં સક્રિય હતા. રાહુલ ગાંધી કેસમાં ફિરોઝ પઠાણ વકીલ રહી ચૂક્યા છે. ઉભરાટ દરિયામાંથી ફિરોઝ પઠાણનો મૃતદેહ મળ્યો છે. પારિવારિક ઝગડા, લોનને લઇ તણાવમાં રહેતા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


સુરતના જાણીતા વકીલે તાપી નદીમાં ઝંપલાવ્યું

કોંગ્રેસના પૂર્વ લીગલ કન્વીનર વકીલ ફિરોઝ પઠાણએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે. ફિરોઝ પઠાણ ચકચાર રાહુલ ગાંધી કેસમાં વકીલ તરિકે રહી ચુક્યા હતા. જુનિયર વકીલ સાથે વાત કરી ત્યાર બાદ આ પગલું ભર્યું છે. નવસારી થી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ફિરોઝ પઠાણ પારિવારિક ઝગડા અને મિલકત પર લીધેલી લોનને લઇ તણાવમાં રહેતા હતા.

ફિરોઝ પઠાણ કોંગ્રેસના લીગલ સેલમાં સક્રિય હતા

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફિરોઝ પઠાણ કોંગ્રેસના લીગલ સેલમાં સક્રિય હતા. રાહુલ ગાંધી કેસમાં ફિરોઝ પઠાણ વકીલ રહી ચૂક્યા છે. ઉભરાટ દરિયામાંથી ફિરોઝ પઠાણનો મૃતદેહ મળ્યો છે.પારિવારિક ઝગડા, લોનને લઇ તણાવમાં રહેતા હતા. 

  • Follow us on: