રાજયભરમાં આજે ગણેશ વિસર્જન થશે, ત્યારે સુરતમાં પણ 80 હજાર જેટલી શ્રીજીની મૂર્તિનું વિસર્જન થશે ત્યારે કુત્રિમ તળાવ અને દરિયામાં શ્રીજીનું વિસર્જન થશે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પોલીસ ડ્રોન અને ધાબા પોઇન્ટ પરથી નજર રાખશે અને વિસર્જન સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.


ગણેશ વિસર્જન દરમિયાન સુરતમાં આ રોડ બંધ રહેશે

01-દિલ્હીગેટ, ગલેમંડી, રૂવાળા ટેકરા, ભાગળ, ચોકબજારથી નહેરૂ બ્રિજ સુધીનો રાજમાર્ગ.

02-કાસકીવાડ ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીનો રસ્તો.

03-નહેરુબ્રિજથી મકાઈપુલ સર્કલ સુધીનો માર્ગ અને તેની ગલીઓ.

04-અઠવાગેટથી એસ.કે.નગર તરફ જતો ડાબી બાજુનો રોડ.

05-ભાગળથી નવસારી બજાર સુધીનો બંને બાજુનો સાઈડનો રસ્તો.

06-સુભાષભાગ સર્કલથી સિલ્વર સ્ટોન સર્કલ (દાંડી રોડ) તરફ જતો રોડ.

07-મોરા ચાર રસ્તાથી ગણપતિ ચેક પોસ્ટ (હજીરા બાયપાસ રોડ) સુધીનો રોડ.

08-વેસુ ચાર રસ્તાથી વાય જંક્શન સુધીનો માર્ગ.

09-ડુમસથી મોટી બજાર ઓવારા રોડ.

10-ગજેરા રત્નમાલા સર્કલથી લંકા વિજય ઓવારા તરફનો સર્વિસ રોડ.

ગણેશ વિસર્જન દરમિયાન સુરતમાં આ રોડ પર સ્થાનિકો કરી શકશે અવર-જવર

01-દિલ્હીગેટથી લીનીયર, ફાલસાવાડી સર્કલ થઈ રીંગરોડ.

02-કાસકીવાડથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી દિલ્લીગેટ અથવા રીંગરોડ.

03-સરદાર બ્રિજ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ અથવા આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રીંગરોડ.

04-એસ.કે.નગરથી અઠવાગેટ તરફનો જમણી બાજુનો રોડ ખુલ્લો રહેશે.

05-નવસારી બજારથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા, ખપાટીયા ચકલા થઈને જઈ શકાશે.

06-મોરા ભાગળથી સ્વામીનારાયણ ચોક, બોટાનિકલ ગાર્ડન થઈને હજીરા- સાયણ રોડ.

07-મોરા ચાર રસ્તાથી મોરા ટેકરાની ગલીઓ થઈ હજીરા બાયપાસ કે અદાણી પોર્ટ રોડ.

08-વેસુથી વી.આઈ.પી રોડ થઈને આભવા તરફ જઈ શકાશે.

09-વિસર્જનના વાડનો ડુમસ થઈ લંગર થઈ ડુમસ રોડ પર જઈ શકશે.

10-સામાન્ય વાહનો માટે મેઈન રોડ ખુલ્લો રહેશે.

  • Follow us on: