બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં રોડ અને રસ્તા ધોવાઈ ગયાં હતાં. વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ થરાદના નાગલા ગામમાં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી છે. નાગલા ગામમાં 200 હેક્ટર જમીન છેલ્લા 6 મહિનાથી પાણીમાં ગરકાવ થયેલી છે.


નાગલા ગામ 2015 અને 2017માં પુર ગ્રસ્ત બન્યું હતું

પ્રાપ્ત વિગતો પ્રમાણે થરાદનું નાગલા ગામ 2015 અને 2017માં પુર ગ્રસ્ત બન્યું હતું. પરંતુ આ વખતના વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે આ ગામમાં છેલ્લા 6 મહિનાથી 200 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાણીનો નિકાલ નહીં થતાં ગામના લોકોને ભારે મુસીબત વહોરવી પડી છે. જૂના ગામતળ, દૂધ મંડળીનો રસ્તો બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

200થી વધુ હેક્ટર જમીન છેલ્લા 6 મહિનાથી પાણીમાં ગરકાવ

થરાદના નાગલા ગામમાં ફરી વરસાદી પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણી અને નહેર લીકેજનો પ્રશ્ન હલ કરવા માટે ધારાસભ્ય અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પત્ર લખીને પણ રજૂઆત કરાઈ છે. નાગલા ગામની 200થી વધુ હેક્ટર જમીન છેલ્લા 6 મહિનાથી પાણીમાં ગરકાવ થઈ છે.જૂના ગામ તળ અને દૂધ મંડળીમાં પાણી ભરાતા અવરજવરનો રસ્તો પણ બંધ થયો છે.વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

  • Follow us on: