વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી લોકોને પડી રહી છે, વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે, ઝંડાચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, દુકાનોમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, આસોપાલ અને અપના બજારમાં પાણી ભરાયા છે.


વરસાદી પાણીના કારણે વાહનચાલકો અને વેપારીઓને ભારે હાલાકી

વરસાદી પાણીના કારણે વાહનચાલકો અને વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે, ગીતાનગર સ્ટેશન અને મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. વાપી બજારના મુખ્યમાર્ગ સહિત ઝંડાચોક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, દુકાનોમાં પાણી ભરાવાના કારણે દુકાનમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, વરસાદી પાણી ભરાવવા ના કારણે મહાનગરપાલિકા ની પ્રિ મોન્સૂન ની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી છે, મધુબન ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ

વાપીના અંડર પાસમાં ભરાયા વરસાદી પાણી અને નેશનલ હાઇવે પર વૃક્ષ થયુ ધરાશાયી, રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે, વલસાડનો છીપવાડ અંડરપાસ થયો બંધ અને 40 ગામને જોડતો અંડરપાસ થયો બંધ, અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ છે.


  • Follow us on: