વલસાડમાં નેશનલ હાઈવે પર એસિડ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ રસ્તા પર એસિડ ઢોળાયુ હતુ. આ ઘટના મુંબઈ-અમદાવાદ માર્ગ પર બની હતી. મહારાષ્ટ્ર બોર્ડર નજીક અછાડ ગામ પાસે એસિડ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અને એસિડ લીક થતા દોડધામ મચી હતી. આ અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે બે કિમી લાંબી લાઇન લાગી હતી.
એસિડ લીક થતા દોડધામ મચી













