વલસાડમાં બસની અડફેટે મહિલાનું મોત થયુ છે. ઓવર બ્રિજ નજીક ઉતરતા એસટી વર્કશોપ નજીક આ ઘટના બની હતી. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે. ટ્રાફિકને હળવો કરવા માટે સીટી પોલીસની મદદ લેવાઇ હતી. બસ ચાલક બેફામ બનીને વાહન હંકારે છે. અને તેમાં અન્ય માનવી ભોગ બને છે. ત્યારે અકસ્માતની સંખ્યા ઘટાડવા અને બસની ગતિ મર્યાદિત કરવા માટે કાયદા બનાવવા જરુરી છે.
અકસ્માતમાં મહિલાનું મોત













