આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ડાંગ, તાપી, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં ગીર, તલાલા, અમરેલી, ખાંભા ગીર, જૂનાગઢ, વંથલી, સાવરકૂંડલા, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને પાટણના સિદ્ધપુર, અરવલ્લીમાં મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. મગફળી અને કપાસ સહિતના પાકને વરસાદને કારણે જીવનદાન મળ્યું છે. વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે. વરસાદે વિરામ લીધા બાદ બફારાનો અનુભવ થયો હતો જ્યારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 70.11 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંઘાયો છે. મધ્ય ગુજરાતમાં 67.46, ઉત્તર ગુજરાતમાં 66.89, કચ્છમાં 65.46 અને સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 72.13 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.36, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.08, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.94, કચ્છના 20 ડેમમાં 54.52 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે સરદાર સરોવર ડેમમાં 74.94 ટકા પાણી છે.

18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. આ ઉપરાંત પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી શું કહે છે

આગામી છ દિવસમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 16 થી 18 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ, જ્યારે 17 અને 18 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને 18 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય ભારતમાં પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ઓડિશા અને તેની આસપાસના ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે હળવું દબાણ ક્ષેત્ર બનેલું છે, જે વરસાદને વેગ આપી રહ્યું છે.

  • Follow us on: