રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામા આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત પણ સામે આવી છે, ત્યારે આજે રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો આજે વરસાદનું કયા અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કચ્છમાં આજે અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો આજે વરસાદનું કયા અપાયું યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજયમાં બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
જામનગરના જોડિયામાં 7.17 ઈંચ વરસાદ, મેંદરડામાં 5.79 ઈંચ, અમીરગઢમાં 5 ઈંચ, કેશોદમાં 4.96 ઈંચ, કાલાવડમાં 4.65 ઈંચ, વંથલીમાં 4.53 ઈંચ, પલસાણામાં 4.25 ઈંચ, જુનાગઢ સીટી અને તાલુકામાં 4.17 ઈંચ વરસાદ, માણાવદરમાં 4.13 ઈંચ, કપરાડામાં 3.86 ઈંચ, કુતિયાણામાં 3.66 ઈંચ, પડધરીમાં 3.62 ઈંચ, ઉમરપાડામાં 3.62 ઈંચ, વાપીમાં 3.46 ઈંચ, જેતપુરમાં 3.43 ઈંચ, પારડીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો.
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ છે. જેમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે. 9 જળાશયો જે 100 ટકા ભરાઇ ગયા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બાગડ, બોટાદના ભીમાદ, સુરેન્દ્રનગરના વાંસલ-લિમ ભોગાવો-સબુરી-ધોળી ધજાનો સમાવેશ થાય છે.