ચોમાસાને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે.આજે મોડી રાત્રે વરસાદના પ્રવેશની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ પહોંચશે. આ દરમિયાન હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે. 


આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ, રાજકોટ, તાપી, ડાંગ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં વલસાડનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 15 મીમી સુધી વરસાદ થઈ શકે છે. જ્યારે 60 કિ.મી સુધી પવન ફૂંકાઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર હળવો કે સામાન્ય વરસાદ થવાની ધારણા છે.રાજ્યમાં પવનની દિશા બદલાશે.અંદાજે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી ઊંચો રહી શકે છે,જેથી અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ Gujarat News: SGSTએ રાજ્યમાંથી રૂ.128 કરોડનું કૌભાંડ ઝડપ્યું, જામનગરથી પિતા-પુત્રની ધરપકડ




  • Follow us on: