મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઝઘડો પ્રકાશમાં આવ્યો છે. મહેન્દ્રનગર પાસે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બે દિવસ જૂનો હોવાનું અનુમાન છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાને માર મારતા જોવા મળે છે.


શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મારામારી

તમને જણાવી દઈએ કે, આ ઘટના મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં બની હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઈ બબાતે ઉગ્ર બોલાચાલી થયા બાદ તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને માર માર્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

મહત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અદાપથી વાયરલ થઇ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યારનો છે તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ બે દિવસ પહેલાનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પ્રકાસની ધટના શૈક્ષણિક સંસ્થામાં બનાવી તે ચિંતાનો વિષય છે અને આવા કિસ્સાઓ શાળાઓમાં શિસ્ત અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કરે છે. જોકે આ વીડિયોની અમારા દ્વારા કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી.


  • Follow us on: