મોરબીના હળવદમાં જર્જરિત પાણીની ટાંકી તોડવામાં આવી છે. હળવદના સૂરવદર ગામે ખાતે આવેલી જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ છે. પાણીની ટાંકી 30 વર્ષ જૂની હોવાથી જર્જરિત બની હતી આ ટાંકીને જન સુરક્ષાના ભાગ રૂપે તોડી પાડવામાં આવી છે. સ્ટ્રકચર રિપોર્ટ બાદ સ્થાનિક તંત્ર દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ઘરાઈ.


સૂરવદર ગામમાં જૂની પાણીની ટાંકી દૂર કરાઈ

ઘણીવાર જર્જરિત પાણીની ટાંકીઓના કારણે અનેક દૂર્ઘનાઓ થતી જાણવા મળે છે. ત્યારે આવી કોઈ ઘટના ના બને તે પહેલાં જ મોરબીના હળવદ તાલુકાના સૂરવદર ગામે જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. 30 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરીત હાલતમાં હોવાના કારણે તોડવામાં આવી છે. 3 લાખ લીટર ક્ષમતા ધરાવતી આ ટાંકી ઘણા સમયથી નબળી હાલતમાં હોવાથી દૂર્ઘટના ના બને તે હેતુથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા સ્ટ્રકચર રિપોર્ટ મેળવ્યા બાદ તોડી પાડવાનું કામ હાથ ધરાયું. અગાઉ જર્જરિત ટાંકીના કારણે અનેક સ્થળોએ દૂર્ઘટનાઓ બનતી હોવાનો અનુભવ આવતો હોવાથી, યોગ્ય સમયસર સાવચેતીના પગલાં લઈ તાકીદે જિલ્લાકક્ષાએ કાર્યવાહિ કરવામાં આવી છે.

સમયસર નિર્ણય

અગાઉ પણ અમરેલીના અમરાપુરમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી હતી. અમરાપુર ગામના પૂર્વ સરપંચે આ વીડિયો લીધો હતો અને જોરદાર રીતે વાયરલ થયો હતો. સાથે જ એવી માહિતી સામે આવી છે કે, આ જર્જરિત ટાંકીમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે અને લોકો પણ આ ટાંકીની હાલત જોઈને ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવે અમરાપુર ગામના પૂર્વ સરપંચે આ વીડિયો વાયરલ કર્યો હતો અને મુદ્દો ઉઠાવ્યો હતો.

  • Follow us on: