બાઈક ચોરીના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ બાઈક ચોરીનો એક કિસ્સો સામે આવ્યો છે મોરબીના હળવદમાં બાઇકની ચોરીની એક ઘટના બની છે. આ બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધ્રાંગધ્રા દરવાજા પાસેથી બાઇકની ચોરી કરવામાં આવી છે. બાઈક ચાલક બાઈકમાં ચાવી ભૂલી જતા તેના બાઈકની ચોરી થઈ ગઈ હતી. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


હળવદમાં બાઈક ચાવી સાથે જ ચોરાયું

સામાન્ય માણસ જ્યારે મહેનત કરી પૈસા કમાઈને તેને કામકાજમાં મદદ મળી રહે તે માટે વાહન વસાવતો હોય છે પરંતુ બાઈક ચોર દ્વારા જ્યારે તેનું વાહન ચોરાઈ જાય છે ત્યારે તે આર્થીક રીતે પડી ભંગે છે. હળવદમાં બાઈક ચોરીની ઘટના બની છે અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હળવદ શહેરમાં ધાંગધ્રા દરવાજા નજીક જાહેર રોડ પરથી ચતુરાઈ પૂર્વક બાઇકની ચોરી કરવામાં આવી છે. બાઈક ચાલક બાઈકમાં ચાવી ભૂલી ગયો હતો, જેનો ફાયદો બાઈક ચોરે ઉઠાવ્યો છે. બાઈક ચોર બાઈક પર થોડી વાર માટે બેસીને તે બાઈક જાણે પોતાનું જ હોય તેવી રીતે બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.

CCTV ફૂટેજના આધારે પોલીસ કાર્યવાહી શરૂ

આવી ઘટનાઓમાં બાઈક ચોર હંમેશા લોકોની તમામ ક્રિયાઓ પર નજર રાખતા હોય છે અને જ્યારે તેમને મોકો મળે ત્યારે પોતાની યોજનાને અંજામ આપતા હોય છે. આ ઘટનામાં બાઈક માલિકની બેદરકારી જોવા મળી રહી છે. બાઈક ચોરીની જાણ હળવદ પોલીસને કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બાઈક ચોરને પકડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. 

  • Follow us on: