મોરબીની તક્ષશિલા સ્કૂલમાં મારામારી બનાવ મામલે સ્કૂલ સંચાલકોનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. ઈકોનોમિક્સની ટેસ્ટમાં વિદ્યાર્થી ગેરહાજર હતો. ગેરહાજર રહેવાનુ કારણ પૂછતાં વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો. વિદ્યાર્થી દ્વારા ગેરવર્તન કરાતા માર માર્યો હતો. બાદમાં વિદ્યાર્થી દ્વારા શિક્ષક પર હુમલો કરાયો હતો. આ બનાવ 17 જુલાઇના રોજ બન્યો હતો. બાદમાં વાલી વિદ્યાર્થીનું સર્ટી પણ લઈ ગયા છે.



તક્ષશિલા સ્કૂલમાં મારામારીનો બનાવ 

વિદ્યાર્થી દ્વારા ગેરવર્તન કરતા માર મારવામાં આવ્યો હતો બાદમાં વિદ્યાર્થી દ્વારા શિક્ષક ઉપર હુમલના સીસીટીવી પણ સામે આવ્યા છે. વિદ્યાર્થીને ફડાકો મારતા વિદ્યાર્થીઓએ મારા પર હુમલો કર્યો હતો જે બાદ અન્ય વિદ્યાર્થીઓએ મને બચાવી લીધો હતો -શિક્ષક. આ બનાવ ગત તારીખ 17 ના રોજ બન્યો હતો જે બાદ વાલીઓ દ્વારા વિદ્યાર્થીનું સર્ટી પણ લઈ જવામાં આવ્યું છે. ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને શિક્ષક દિનેશ ગોસાઈ વચ્ચે મારામારી થઈ હતી.
 

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઝઘડો 

મોરબીમાં એક શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઝઘડો પ્રકાશમાં આવ્યો હતો. મહેન્દ્રનગર પાસે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બે દિવસ જૂનો હોવાનું અનુમાન છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાને માર મારતા જોવા મળ્યા છે.


  • Follow us on: