નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અક્ષર પટેલે પંકજભાઈ દેસાઈને જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અક્ષર પટેલે પંકજભાઈ દેસાઈના ઘરે પહોંચી કેક કાપીને શુભકામનાઓ પાઠવી હતી.


ભારતીય ક્રિકેટ ટીમની ટીશર્ટ આપી ભેટ

અક્ષર પટેલે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને ભારતીય ક્રિકેટ ટીમની ટીશર્ટ ભેટ આપી હતી. આ ટીશર્ટની પાછળ 20નો આંકડો જોવા મળ્યો હતો. ક્રિકેટર અક્ષર પટેલે નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને શુભકામનાઓ સાથે ભારતીય ક્રિકેટ ટીમની ટીશર્ટ ભેટ આપતા નાગરીકોનો ઉત્સાહમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

પંકજભાઈ દેસાઈના જન્મદિવસની અક્ષર પટેલે પાઠવી શુભકામનાઓ

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ક્રિકેટર અક્ષર પટેલ અને સ્નેહીમિત્રો સાથે મળીને પોતાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. પંકજભાઈ દેસાઈના લોકપ્રિય ધારાસભ્ય હોવા સાથે પૂર્વ મુખ્ય દંડક પણ હોવાથી મોટી સંખ્યામાં ભીડ તેમના નિવાસસ્થાને ઉમટી હતી. આમ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના જન્મદિવસ નડિયાદમાં ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.


  • Follow us on: