દેશભક્તિ અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા નડિયાદના કલામતી દેશમુખે દેશભરમાં પ્રશંસા મેળવી છે. તેમણે સરહદ પર દેશની રક્ષા કરતા 16,000 જેટલા સૌનિકો માટે પોતાના હાથે રાખડીઓ બનાવીને મોકલી છે. તેમના આ અનોખા કાર્યથી પ્રભાવિત થઈને દેશના PM નરેન્દ્ર મોદીએ તેમને પત્ર લખીને તેમની પ્રશંસા કરી છે, જેણે કલામતીના જુસ્સાને વધુ વેગ આપ્યો છે.


કલામતી દેશમુખનો ખાસ સંદેશ

રાખડી બનાવવા પાછળનો હેતુ સમજાવતા કલામતીએ જણાવ્યું હતું કે, "આપણે ઘરમાં સલામત રહી શકીએ છીએ, કારણ કે આપના સૈનિક ભાઈઓ સરહદ પર અડીખમ ઉભા છે. રક્ષાબંધન પવિત્ર તહેવાર પર જ્યારે દરેક બહેન પોતાના ભીની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે, ત્યારે મેં વિચાર્યું કે આપના દેશના જવાનો પણ રક્ષાબંધનની ઉજવણીથી વંચિત ન રહે. કલામતી દેશમુખે પોતાના હાથે એક-એક રાખડી પ્રેમ અને દેશભક્તિની ભાવના સાથે તૈયાર કરી હતી. આ તમામ રાખડીઓ તેમણે પોસ્ટ દ્વારા દેશના વિવિધ સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા સૈનિકો સુધી પહોંચાડી છે. આ રાખડીઓ સાથે તેમણે સૈનિકો માટે એક સંદેશ પણ મોકલ્યો હતો જેમાં તેમના બલિદાન અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


PM નરેન્દ્ર મોદી પણ થયા પ્રભાવિત

કલામતીના આ કાર્યની જાણ PM નરેન્દ્ર મોદીને થતાં તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે કલામતીને માત્ર લખીને તેમના આ કાર્યને 'દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ' ગણાવ્યું હતું. PM મોદીએ પત્રમાં લખ્યું કે. "તમારા જેવી દીકરીઓ દેશનું ગૌરવ છે, જેમણે રાખડીના પવિત્ર તાંતણા દ્વારા દેશભક્તિનો સંદેશો ફેલાવ્યો છે. તમારું આ કાર્ય આપણા જવાનોનો જુસ્સો અને મનોબળ વધારવામાં ચોક્કસ મદદરૂપ થશે." નડિયાદની કલામતી દેશમુખે માત્ર રાખડીઓ જ નથી મોકલી, પરંતુ તેમણે દેશભરમાં એવી હજારો બહેનોને પ્રેરણા આપી છે જેઓ સૈનિકો પ્રત્યે આદર અને પ્રેમ ધરાવે છે. તેમના આ કાર્યથી સમાજમાં સકારાત્મક વાતાવરણ ફેલાયું છે અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બની છે.


  • Follow us on: