નડિયાદમાં કોંગ્રેસ દ્વારા 800 પરિવારોને અનાજ ન મળ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ગરીબોના હકના અનાજને લઇ કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ હતી. 8 મહિના સુધી પરિવારોને અનાજ ન મળ્યાનો તથા રેશનકાર્ડ પર સિક્કા થતા ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ લગાવ્યો હતો, જે બાબતે શહેર કોંગ્રેસના હાર્દિક ભટ્ટ દ્વારા DSO અક્ષય પારધીનું નિવેદન આપવામાં આવ્યું હતું


નડિયાદમાં 800 પરિવારોને 8 મહિના સુધી અનાજ ન મળતા કોંગ્રેસનો આક્રોશ

નડિયાદ શહેર કોંગ્રેસે આક્રમક મોડમાં રજુઆત કરી હતી, નડીઆદ શહેર કોંગ્રેસે ગરીબોના હક ના અનાજ બાબતે આવેદનપત્ર આપ્યું હતું. નડીઆદ મહાનગર પાલિકા બન્યા બાદ 8 મહિના સુધી 800 જેટલા પરિવારોને અનાજ ન મળ્યાનો આક્ષેપ લગાવ્યો છે. 8 મહિનાથી મનપા બન્યા પરંતુ કોઇ પણ વોર્ડમાં કોર્પોરેટર ન હોવાને કારણે રેશન કાર્ડ પર સિક્કા થતા જ નથી થયા તેવા આક્ષેપ લગાવ્યો હતો. શહેર કોંગ્રેસના હાર્દિક ભટ્ટ આક્ષેપ લગાવ્યા છે કે, 8 મહિનાથી સરકારી તંત્ર ગાઢ નિંદ્રામાં, ગરીબો ના અનાજની કોઈને ચિંતા નથી, ગરીબો ના હકનું અનાજ નડીયાદમાં આવતાની સાથે વેચાઈ જાય છે. નડીઆદ માં 80% દુકાનોમાં સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટ તથા પ્રિન્ટર પણ નથી, બોગસ અંગૂઠાની પ્રક્રિયા થકી અનાજ બારોબાર સગેવગે થાય છે.

ખેડા જિલ્લા પુરવઠા અધિકારીનો જવાબ

ખેડા જિલ્લા પુરવઠા અધિકારી તે બાબતે પ્રતિક્રિયા આપી હતી કે, નડીયાદ મનપા બન્યા પછી વોર્ડ મેમ્બર ન હોવાને કારણે રેશનકાર્ડના ફોર્મ પેન્ડિંગ છે. દુકાનોમાં અને લાભાર્થીઓને અનાજ સમય સર મળતું રહે છે. ટેકનિકલ ખામીને કારણે ફોર્મ પેન્ડિંગ પડ્યા છે. જુના લાભાર્થીઓને અનાજ સમયસર મળે છે, પ્રશ્ન નવા લાભાર્થીઓનો છે. 

  • Follow us on: