નડિયાદ શહેરના બજારની વચ્ચોવચ આવેલું અને 80 વર્ષથી પણ વધુ જૂનું પ્રભાત સિનેમા આજે સવારે અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. સિનેમા હોલની એક દીવાલ એકએક તૂટી પડતાં નીચે પાર્ક કરેલા બે ટુ-વ્હીલરને નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
સ્થાનિકોમાં ગભરાટ













