સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. મધ્યપ્રદેશમાં વરસાદ થતા સરદાર સરોવરમાં પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં સારા વરસાદના પગલે પાણી છોડાતા સરદાર સરોવર ડેમાની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાંથી 55,142 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર છે. મેઈન કેનાલમાં 17,000 ક્યુસેક પાણી છોડાયુ છે.


સરદાર સરોવર ડેમમાં પાણીની આવક

હાલ ડેમના દરવાજા બંધ થતા સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે.આ પાણી ગુજરાતના લોકોને પહોંચાડવામાં મદદ રૂપ થશે. ગુજરાતમાં ખેડૂતોને પીવા અને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમમાં 53 ટકા પાણીનો જથ્થો

હાલ નર્મદા ડેમમાં 53 ટકા પાણીનો જથ્થો છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી 55,142 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર છે. ગુજરાતમાં ખેડૂતોને પીવા અને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.


  • Follow us on: