નવરાત્રિ તહેવારના પડઘમ વાઘી રહ્યા છે. ડાકલા, રાસ અને ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓમાં થનગનાટ તરવરી રહ્યો છે. યુવાનોનો મનપસંદ આ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. નવરાત્રિ તહેવારની યુવાનો આખું વર્ષ રાહ જોતા હોય છે. દેશભરમાં ગુજરાત અને ખાસ અમદાવાદની નવરાત્રિ વધુ લોકપ્રિય બની છે. ત્યારે અમદાવાદની નવરાત્રિ માણવા લોકો ટ્રેન અને ફલાઈટનું બુકિંગ કરાવી રહ્યા છે.
નવરાત્રિમાં ફ્લાઇટની સાથે ટ્રેન બુકિંગમાં ભારે ધસારો
નવરાત્રિ તહેવારને લઈને અમદાવાદ આવવા માટે ફ્લાઇટ અને ટ્રેનના બુકિંગમાં ભારે ધસારો જોવા મળ્યો. નવરાત્રિમાં મુંબઈ અમદાવાદના એરફેરમાં થયો વધારો થયો છે. મુંબઈ અમદાવાદના વન વે ફ્લાઈટના ભાડા 8 થી 10 હજાર સુધી પહોંચવા છતાં લોકો બુંકિગ કરાવી રહ્યા છે. જ્યારે મુંબઈથી અમદાવાદની સાંજની ફ્લાઈટના ભાડા પણ બમણાં થયા. મુંબઈ અમદાવાદની ફ્લાઇટની સાથે ટ્રેનમાં પણ ભારે ઘસારો છે. મુંબઈથી અમદાવાદની 11 ટ્રેનો નવરાત્રિ પહેલા જ હાઉસફુલ થઈ ગઈ છે. અને શતાબ્દી ,તેજસ, ડબલ ડેકર,વંદે ભારત સહિતના ટ્રેનોમાં ભારે વેઇટિંગ જોવા મળ્યું. દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને વિદેશી લોકો પણ નવરાત્રિનો આનંદ માણવા ગરબા રમવા અમદાવાદ આવતા હોય છે.













