ગુજરાતમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યાં છે. ચોમાસાની સિઝન હોવાથી મોડી રાત્રે દુકાનોમાં ચોરી કરતી ગેંગ રાજ્યમાં સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું છે. નવસારીના વાંસદામાં મોડી રાત્રે તસ્કરોએ એક જ્વેલર્સને નિશાન બનાવી હતી. હર્ષ જ્વેલર્સ નામની દુકાનનું શટર ખોલીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુકાનદાર જાગી જતાં તસ્કરો ફરાર થઈ ગયા હતાં.


દુકાનદાર જાગી જતાં તસ્કરો ફરાર થઈ ગયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારી જિલ્લાના વાંસદામાં હર્ષ જ્વેલર્સ નામની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં. દુકાનના તાળા તોડી શટર ઉંચુ કરીને એક તસ્કર દુકાનમાં ઘૂસ્યો હતો. પોલીસના સઘન પેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરોએ મોડી રાત્રે વાંસદા મુખ્ય બજાર માં જૈન મંદિર પાસે હર્ષ જ્વેલર્સમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ચોરી કરતી વખતે જ દુકાનદાર જાગી જતાં તસ્કરો ફરાર થઈ ગયા હતાં.

દુકાનમાં તસ્કરોએ વારંવાર પ્રવેશવાનો પ્રયાસ કર્યો

હર્ષ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ વારંવાર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ્વેલર્સનો માલિક અને તેની પત્ની જાગી ગયા હતાં અને દોડીને આવી જતા તસ્કરો ફરાર થઈ ગયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્વેલર્સના માલિકે સીસીટીવીના આધારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે માત્ર ચોરીની ઘટનાની અરજી લઈને સંતોષ માન્યો હતો.


  • Follow us on: