દક્ષિણ ગુજાતની એકમાત્ર હેરિટેજ ટ્રેન, જે બીલીમોરા અને વઘઈ વચ્ચે દોડે છે, તેના ડબ્બા ઉથલી પડ્યા હોવાના મેસેજ વાયરલ થતાં સમગ્ર રેલ્વે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બાદમાં આ ઘટના માત્ર એક મોકડ્રિલ હોવાનું સામે આવતા તંત્રે રાહનો શ્વાસ લીધો હતો.


નેરોગેજ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા!

સવારે અચાનક એવી જાણકારી મળી કે, ઐતિહાસિક નેરોગેજ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ મેસેજ મળતા જ વલસાડ અને બીલીમોરા સહિતના રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા. સ્થાનિક તંત્ર પણ મદદ માટે તૈયાર થઇ ગયું હતું. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જ ખબર પડી કે, આ એક વાસ્તવિક દુર્ઘટના નહોતી.

ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ તે એક મોકડ્રિલ હતું

તમને જણાવી દઈએ કે, કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા અને પ્રતિભાવ ચકાસવા માટે આતોજિત કરવામાં આવેલી મોકડ્રિલ હતી. આ મોકડ્રિલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો રેલવે અને અન્ય સહાયક સંસ્થાઓ કેટલી ઝડપથી અને અસરકારક રીતે કામ કરી શકે છે. આ મોકડ્રિલ સફળ રહી હોવાનું જણાવીને રેલવે તંત્રે સંતોષ વ્યક્ત કર્યો છે. આવી તાલીમો દ્વારા કટોકટીના સમયે થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે.


  • Follow us on: