નવસારીમાં પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. મોટીચોવીસીમાં ચાલુ વરસાદમાં રસ્તો બનાવવામાં આવતો હોવાનો વીડિઓ સામે આવ્યો છે. ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા અને કાદવ કિચ્ચડ ઉપર રસ્તો બનાવવામાં આવ્યો છે. ચાલુ વરસાદમાં કામગીરી કરતા રોડની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે.


નવસારીમાં પાલિકાએ બુદ્ધિનું પ્રર્દશન કર્યું

નવસારીના કાબિલપોરના મોટીચોવીસી વિસ્તારમાં પાલિકા દ્વારા ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હાલ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે તેવામાં પાલિકા ચાલુ વરસાદે રોડ બનાવતી હોવાનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વરસાદમાં રોડ બનતા ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. એક તરફ લોકો સારા રસ્તાઓની આશા રાખીને બેઠા હોય છે તેવામાં પાલિકા ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા અને કાદવ પર રસ્તો બનાવી રહ્યું છે.

પાલિકાએ ચાલુ વરસાદે રોડ બનાવી નાખ્યો

કાબિલપોરના મોટીચોવીસીમાં નગર પાલિકા ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા પર રસ્તો બનાવી રહ્યું છે. તેવામાં કોઈ સ્થાનિક દ્વારા પાલિકાના આ બુદ્ધિનું પ્રર્દશનનો વીડિયો બનાવી વહેતો કરતા ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે રોડની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે.


  • Follow us on: