બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જની ટીમે 10 શિકારીઓને હથિયાર સાથે ઝડપી લીધા છે. શિકારીઓ પાસે લાયસન્સ વગરના હથિયારો હતા અને તેઓ વન્ય જીવોનો શિકાર કરી રહ્યા હતા.


શિકારીઓએ નીલ ગાયનો શિકાર કર્યો

આ શિકારીઓએ નીલ ગાયનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ સર્ચમાં નિકળેલી ફોરેસ્ટની ટીમે તેઓ વધુ શિકાર કરે તે પહેલાં જ તમામ શિકારીઓને ઝડપી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શિકારીઓની ટુકડી 14 જણાની હતી, જેમાંથી 10 શિકારીઓને ઝડપી લેવાયા અને 4 શિકારીઓ ફરાર થઇ ગયા હતા. ફરાર શિકારીઓને ઝડપી લેવાની તજવીજ વન વિભાગ દ્વારા કરાઇ છે

હથિયાર ઝડપાયા

ઝડપાયેલા શિકારીઓ પાસેથી કુલ બંદૂકો મળી છે જેમાંથી 4 બંદૂકો લાયસન્સ વિના બંદૂકો મળી આવી છે. ગેરકાયદેસર શિકાર માટે ગેરકાયદેસર હથિયારો લઇને નિકળેલા શિકારીઓને ઝડપી લેવાતા ઉત્તેજના છવાઇ ગઇ હતી.

પોલીસ કાર્યવાહી

ઝડપાયેલા શિકારીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને ફોરેસ્ટ વિભાગની તપણ પાસ ચાલુ છે.


  • Follow us on: