ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ હતું. આ પરિણામ બાદ હવે નવા ચૂંટાયેલા સરપંચોનું સંમેલન યોજાશે. રાજ્યના પંચાયત મંત્રીની ગેરહાજરીમાં સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ સંમેલન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે. અડાલજ પાસેના ત્રિમંદિર ખાતે રાજ્યભરના ચાર હજાર સરપંચો સંમેલનમાં એકત્ર થશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરપંચ સંમેલનનું આયોજન













