પંચમહાલ જિલ્લાના શહેરા મોરવા રેણા માર્ગ પર ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન રોયલ્ટી પાસ અને ઓવરલોડ રેતી ભરીને જતા બે વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટના છાણીપ ચોકડી પાસેથી બની હતી. ખનીજ વિભાગને બાતમી મળી હતી કે કેટલાક વાહનો રોયલ્ટી ભર્યા વગર અને નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ રેતી ભરીને હેરફેર કરી રહ્યા છે.
શહેરા મોરવા રેણા માર્ગ પર ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી













