પંચમહાલના કાલોલમાં સ્ટેટ વિજિલન્સ સેલે કાર્યવાહી કરી જુગારીઓને ઝડપી લીધા છે. આ દરોડામાં બે કોર્પોરેટર સહિત 27 ઇસમો જુગાર રમતા ઝડપાયા છે. જુગાર રમતા 13 જેટલા ઈસમો બાઇક મૂકી ફરાર થયા છે. ભાજપ કોર્પોરેટર આશિષ સુથાર જુગાર રમતા ઝડપાયા છે. કોર્પોરેટર અર્જુન રાઠોડ પણ જુગાર રમતા ઝડપાયા છે. દોલતપરામાં 40 ઇસમો જુગાર રમી રહ્યા હતા. સ્ટેટ વિજિલન્સ સેલે 7.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કાલોલમાં 27 ઈસમો જુગાર રમતા ઝડપાયા













