પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના HR મેનેજરે આત્મહત્યા કરી લેતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હ્યુમન રિસોર્સ મેનેજર સિદ્ધપુરની ભાઈકાકા સોસાયટીમાં રહે છે. જ્યાં તેણે ગળેફાંસો ખાંઈને જીવન ટૂંકાવ્યું હતું. આ એચઆર મેનેજરનું નામ અલ્કેશ રાજપુત છે.


ખેંસથી ગળેફાંસો ખાંઈને આત્મહત્યા કરી

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લામાં સિદ્ધપુર શહેરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટીમાં અલ્કેશ રાજપુત નામનો શખ્સ HR મેનેજર તરીકે ફરજ બજાવે છે. અલ્કેશ રાજપુત સિદ્ધપુરની ભાઈકાકા સોસાયટીમાં રહે છે. જ્યાં તેણે ખેંસથી ગળેફાંસો ખાંઈને આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યા કરવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી 

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના એચઆર મેનેજરે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 36 વર્ષીય અલ્કેશ રાજપુત છગુજી રાજપુતનો પુત્ર છે. તેણે સફેદ ખેંસ પંખા સાથે બાંધી પોતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી સત્તાધીશો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ તેમણે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો

સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અલ્કેશ રાજપુત છગુજી રાજપુતનો એકનો એક પુત્ર છે. જે કારણે તેમના પરિવાર માથે જાણે દુખનો પહાડ તુટી પડ્યો હોય તેમ તેઓ ભાંગી પડ્યા હતા.

  • Follow us on: