પાટણ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ જનજીવન ખોરવાઈ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.


ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી

મળતી જાણકારી અનુસાર, જનતા હોસ્પિટલ અને આનંદ સરોવર તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાઈ ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. આ ઉપરાંત, રેલવે ગરનાળા અને પારેવા સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થવાથી લોકોને અવરજવરમાં ભારે અગવડ પડી રહી છે.

બી એમ હાઈસ્કૂલ વિસ્તારમાં પાણી ભરાયા

આ સિવાય, શહેરની બી.એમ. હાઈસ્કૂલના આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં અને ઘરે પર ફરવામાં મુશ્કેલીઓ પડે છે. નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકો તંત્ર પાસે ઝડપથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા રાખી રહ્યા છે.


  • Follow us on: