પાટણ જિલ્લાના શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થર મારવાની ઘટના બની છે. સરસ્વતી તાલુકાના નાયતા ગામની નજીક થયેલી આ ઘટનામાં GSRTC ની ત્રણ બસો અને 5 ડંપરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા


શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો

પાટણ જિલ્લાના શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો હતો અને હાઇવે પર પસાર થઇ રહેલા વાહનો પર પત્થરમારો કરતા વાહન ચાલકોમાં ડર ફેલાઇ ગયો હતો. પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા

અસામાજિક તત્વોએ ચાલું બાઈક પરથી ST બસો અને ડંપરો પર પથ્થરમારો કર્યો

અસામાજિક તત્વોએ ચાલુ બાઈક પરથી ST બસો અને ડંપરો પર પથ્થરમારો કર્યો હતો. વાહન ચાલકો કંઇ સમજે તે પહેલાં જ અસામાજીક તત્વો પથ્થરમારો કરીને ભાગી છુટ્યા હતા. તમામ બસો પાટણ જિલ્લાથી બનાસકાંઠા તરફ મુસાફરો ભરીને જઈ રહી હતી.

ત્રણ ST બસોમાં કુલ 80 જેટલા મુસાફરો હતા

અમદાવાદ થી થરા અને અમદાવાદ થી દિયોદર અને શામળાજી થી દિયોદર તથા શામળાજી પાટણ બસો પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટના રાત્રે 9 વાગે બની હતી. ત્રણ ST બસોમાં કુલ 80 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે કોઈ મુસાફરને ગંભીર ઇજા થઈ નથી.

પોલીસ તપાસ શરુ

બસોને સરસ્વતી તાલુકાના ડેપોમાં મોડી રાત્રે સલામત રીતે ખસેડવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી માટે તપાસ હાથ શરુ કરી છે.

  • Follow us on: