પાટણના સરસ્વતીમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે, સાથે ભણતા યુવકના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે, વિદ્યાર્થિનીના હાથ પર બ્લેડથી ચેકા માર્યાનો આક્ષેપ પણ વિધાર્થીનીએ કર્યો છે, યુવકે લાઇટરથી આંગળીઓ પર ડામ આપ્યાનો આક્ષેપ વિધાર્થીની કરી રહી હોવાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
પાટણમાં 13 વર્ષની વિદ્યાર્થિનીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
પાટણમાં 13 વર્ષની વિદ્યાર્થિનીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, વિદ્યાર્થિની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, વિદ્યાર્થિનીના પિતાએ પોલીસમાં કરી લેખિત અરજી અને તેના આધારે તેની સારવાર કરવામાં આવી રહી છે, જે યુવક છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે.
પાટણમાં દીકરીઓના વાલીઓ માટે બની લાલબત્તી સમાન ઘટના
પાટણના સરસ્વતી કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી સગીર વય યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, સરસ્વતી તાલુકાના ચોરમારપુરા કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, ધોરણ 8માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ, કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા યુવકે વિધાર્થીને હાથમાં બે બ્લડ ચેકા મારીને લાઇટરથી હાથની આંગળીમાં ડામ આપ્યા હતા અને 13 વર્ષની સગીર વયની યુવતીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે, શૌર્ય સોલંકી નામનો યુવક ઘણા સમયથી પજવણી કરતો હતો તેવી વાત સામે આવી છે, વિધાર્થીની પિતા એ પાટણ તાલુકા પો. સ્ટેશન ખાતે શૌર્ય સોલંકી નામના યુવક પજવણી કરતા હોવાની પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી કરી છે અને યુવક સામે ગુનો પણ નોંધાઈ શકે છે.