પાટણ શહેરમાં પાલીસ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી ઘટના સામે આવી છે. પાટણ શહેરમાં ચોરો બેફામ બનીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પાટણમાંથી બે દિવસ પહેલા થયેલ ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા હતા . સોનીવાડામાં આવેલ ગૌરી જ્વેલર્સમાં ચોરી થઇ હતી. જે ચોરીને બે અજાણ્યા ઇસમોએ અંજામ આપ્યો હતો. સોની એ પત્નીને દુકાનમાં બેસાડી હતી તે સમયનો ચોરોએ લાભ ઉઠાવી ચોરીને અંજામ આપ્યો હતો. 18થી 20 વીંટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પાટણ શહેરમાં ચોરો બન્યા બેફામ













