કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યના વિકાસ કાર્યોને નવી દિશા આપશે. તેમના કાર્યક્રમમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૈકી એક સાણંદ-ખોરજ GIDC સિક્સલેન રોડનો શિલાન્યાસ છે. આ રોડ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે અત્યંત જરૂરી છે અને તેના નિર્માણથી સાણંદ વિસ્તારમાં ઉદ્યોગો અને વાહનવ્યવહારને મોટી રાહત મળશે. આ રોડ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક હબને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ
અમિત શાહના કાર્યક્રમનો બીજો મુખ્ય ભાગ ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ છે, જે રાજ્યના ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ નિવાસન અંતર્ગત કુલ 216 આવાસો ધારાસભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ ફ્લેટ્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ધારાસભ્યોને રહેવા માટે ઉત્તમ માળખાકીય સુવિધા પ્રદાન કરશે. આ ભવ્ય પ્રોજેક્ટ કુલ રૂપિયા 226 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ લોકાર્પણ રાજ્ય સરકારના જનપ્રતિનિધિઓને સારી રહેણાંક સુવિધા પૂરી પાડવાના વિઝનને દર્શાવે છે.













