ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષોના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યાં છે. ત્યારે નેતાઓ દ્વારા બેબાક નિવેદનો આપવાના શરૂ થયા છે. અમદાવાદના સરખેજ વોર્ડમાં પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જુહાપુરાને જોધપુર બનાવવું હોય તો ભાજપને મત આપો. તાજેતરમાં પાલડીમાં કોંગ્રેસે લઘુમતિ ઉમેદવારને ટિકિટ આપતાં ભાજપના ધારસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો.


સરખેજ વોર્ડમાં ભાજપની મહિલા હુંકાર રેલી

સરખેજ વોર્ડમાં મહિલા અનામત બિલનો વિરોધ કરતાં કોંગ્રેસનો વિરોધ કરવા ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ વોર્ડમાં ભાજપની મહિલા હુંકાર રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન અમદાવાદમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું હતું કે,લોકો મને પૂછે તો એક જ સવાલ કરું છું જુહાપુરાને જોધપુર બનાવવું હોય તો ભાજપને મત આપો. જુહાપુરાને ચંડોળા બનાવવા માટે કોંગ્રેસ અને AIMIM તો છે જ. અહીં ઘણા લઘુમતિ મતદારો રહે છે. લઘુમતી મતદારોને તમામ સુવિધા આપી છે.

આ પણ વાંચોઃ Rajkot: જૂની અદાવતનો લોહિયાળ અંજામ, રુડ ચોક પાસે યુવક પર છરી વડે જીવલેણ હુમલો



  • Follow us on: