સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે રવિવારે મતદાન યોજવાનું છે.તેના પહેલા મતદારો પોતાના વતી કોને પાલિકા-પંચાયતના વહિવટનો, ટેક્સના ઉપયોગનો અધિકાર સોંપવો તે વિચારી શકે એ હેતુસર લોકતાંત્રિક વ્યવસ્થામાં 48 કલાકનો શાંતિ સમય મળે છે.એટલા માટે શુક્રવારે સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે.આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.


ચૂંટણી અગાઉ 731 બેઠકો બિનહરીફ થઈ

શહેરી સંસ્થાઓમાં જ્યાં આખેઆખા વોર્ડમાંથી ચાર ઉમેદવારો અને ગ્રામિણક્ષેત્રોમાં જિલ્લા પંચાયતની બેઠક અને તેના હેઠળના તાલુકા મતદાર મંડળોના તમામ સભ્યો બિનહરિફ થયા છે. તેવા ક્ષેત્રોમાં મતદાન થશે નહીં. 731 બિનહરિફ બેઠકો પૈકી ઊંઝા, ગણદેવી જેવી નગરપાલિકાઓના નવ વોર્ડના ચારેય ઉમેદવારો એમ કુલ મળીને 36 ઉમેદવારો બિનહરિફ હોવાથી પાલિકાઓના ત્રણ લાખ મતદારોને મતાધિકાર મળશે નહી.જયારે પંચાયતોમાં જિલ્લા પંચાયતની એક બેઠક હેઠળ તાલુકા પંચાયતોની તમામ બેઠકો બિનહરિફ હોય તેવા 16 જેટલા મતદાર મંડળો હોવાથી ગ્રામિણક્ષેત્રે 13 લાખ મતદારોને ચૂંટણીમાં પોતાના અધિકારનો ઉપયોગ કરી શકશે નહી.જો કે,જે શહેરી સંસ્થામાં સમગ્ર વોર્ડ બિનહરિફ જાહેર થયો નથી ત્યા મતદારોને એક, બે કે ત્રણ ઉમેદવારો ચૂંટવાની તક મળશે.

15 લાખ લોકોને મતદાન કરવા મળશે નહીં

જો કે,બિનહરિફ ઉમેદવારોને કારણે જ્યાં ચૂંટણી યોજનાર નથી તેવી બેઠકો- મતદાર મંડળોમાં મતદાન જ બંધ રહેતા 15 લાખથી વધુ મતદારોને આ અધિકાર મળવાનો નથી.આ સ્થિતિમાં 9268 બેઠકો ઉપર ચૂંટણીના મેદાને રહેલા 25551 ઉમેદવારોમાંથી જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે 4.02 લાખ નાગરીકો જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.4.02 લાખ મતદારોમાંથી 1.40 કરોડ શહેરી મતદારો છે.જેમણે પાલિકાઓમાં વધુમાં વધુ ચાર વોટ આપ્યા પછી EVMમાં પાંચમુ રજિસ્ટ્રેશન બટન ફરજિયાતપણે દબાવવાનું રહેશે.જ્યારે ગ્રામિણક્ષેત્રે તાલુકા અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધીઓ ચૂંટવા માટે 2.61 કરોડથી વધારે નાગરિકોને મતાધિકાર ઉપલબ્ધ છે.જેમને તાલુકા અને જિલ્લા એમ બંને સદસ્યો ચૂંટવા એક મતદાન કેન્દ્રમાં બે અલગ અલગ બુથ જઈને મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ Local body election: કોંગ્રેસને ઉમેદવાર આપનારા ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે: ઋત્વિજ પટેલ


  • Follow us on: