ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર છેલ્લી ઘડીએ જબરદસ્ત રીતે જામ્યો છે. ભાજપના નેતાઓ જાહેર સભાઓમાં બેબાક નિવેદનો આપી રહ્યાં છે. ભાજપના સંસાદ મિતેષ પટેલ બાદ તલાલાના ધારાસભ્ય ભગા બારડે જાહેર સભામાં મતદારોને ચીમકી આપી હતી. ત્યારે હવે ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે વડોદરાના વાઘોડિયામાં યોજાયેલી જાહેર સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે,ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે.
ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશેઃ ઋત્વિજ પટેલ
વડોદરાના વાઘોડિયામાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, ભાજપના જ વિભિષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે. તેમણે કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી પર નિશાન સાધ્યું હતું. કોઈ અમને છેડે તો અમે તેને છોડતા નથી. દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય. પક્ષમાં જ હવે નારાજગીનો દોર શરૂ થતાં ભાજપ દ્વારા ઠેર ઠેર ડેમેજ કંટ્રોલ કરવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.













