બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે જેના કારણે સહકારી ક્ષેત્રમાં હલચલ વધી છે.પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યાછે. ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારો ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી રહ્યાં છે.


વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે

બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આજે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે ધાનેરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ડેરીના વાઈસ ચેરમેન ભાવા રબારીએ પણ અમીરગઢ બેઠક પરથી ઉમેદવારી કરી છે. પૂર્વ સાંસદ પરબત પટેલે પણ ફોર્મ ભર્યું છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. અગાઉ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રિય મંત્રી હરિ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કાંકરેજ બેઠક પરથી પૂર્વ ચેરમેન અણદા પટેલે ઉમેદવારી નોંધાવી છે.

બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો

વડગામ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ ખેલાઈ રહ્યો છે. દિનેશ ભટોળ સામે કે.પી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. પાલનપુર બેઠક પરથી ભરત ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. અણદા પટેલની સામે શિહોરી મામલતદાર કચેરીએ બાબુ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દાંતીવાડામાં પી.જે. ચૌધરી સામે વિનોદ ભૂતડિયા મેદાનમાં ઉતર્યા છે. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે.


  • Follow us on: