બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે જેના કારણે સહકારી ક્ષેત્રમાં હલચલ વધી છે.પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યાછે. ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારો ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસ ડેરીમાં બે બેઠકો બિનહરિફ થઈ છે.
ડિસા બેઠક પર માત્ર એક જ ફોર્મ ભરાયું હતું
બનાસ ડેરીની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુરથી ઉમેદવારી નોંધાવી હતી. રાધનપુર વિભાગમાં તેઓ ડિરેક્ટર તરીકે બિનહરિફ જાહેર થયા હતાં. જ્યારે સાંતલપુર વિભાગમાં રાધાભાઈ આહિર ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ આ ચૂંટણીમાં સામાન્ય પશુપાલક મહિલાને ભાજપે મેન્ડેડ આપ્યો હતો. ડીસા બેઠક પર પ્રથમવાર કોઈ મહિલાને ડેરીમાં ડિરેક્ટર તરીકે સ્થાન મળશે. આ બેઠક પર કમળાબેન મનુભાઈ દેસાઈ બિનહરિફ જાહેર થયાં છે. આ બેઠક પર માત્ર એક જ ફોર્મ ભરાયું હતું.













