રાજ્યની ભાજપ સરકારમાં નવા મંત્રીમંડળનો આવતીકાલે શુક્રવારે શપથ સમારોહ યોજાઇ રહ્યો છે ત્યારે આજે આ મામલે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ભાજપ મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખની વચ્ચે મહત્વની બેઠક યોજાશે


બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક

રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણ પહેલા મહત્વની બેઠક બેઠક મળશે. મળી રહેલી માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાશે

મુખ્યમંત્રી મુંબઇથી પરત ફર્યા બાદ મહત્વની બેઠક

હાલ મુખ્યમંત્રી મુંબઇ છે અને મુખ્યમંત્રી મુંબઇથી પરત ફર્યા બાદ આ મહત્વની બેઠક મળશે. જેમાં કેન્દ્રીય ભાજપ મહામંત્રી સુનિલ બંસલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠકમાં હાજર રહેશે. સંગઠન મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં હાજર રહેશે.

વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપ

જે મંત્રીઓને પડતા મુકવાના છે તેમની સાથે પણ બેઠક થશે. CM મુંબઈથી આવ્યા બાદ તેમની સાથેની બેઠક પછી મંત્રીઓ રાજીનામા આપશે. વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપશે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપશે.

CM સિવાય તમામ મંત્રીની નવેસરથી શપથવિધિ

CM સિવાય તમામ મંત્રીની નવેસરથી શપથવિધિ થશે. આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે જેમાં વર્તમાન સરકારના તમામ મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે અને સંગઠનના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે.


  • Follow us on: