ગાંધીનગરમાં રાજકીય હલચલ વધી ગઇ છે. CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા છે અને તેઓ મંત્રીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રીને તમામ મંત્રીઓ રાજીનામા સોંપી દેશે


 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ગાંધીનગરમાં પરત ફર્યા

મુંબઇ ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ગાંધીનગરમાં પરત ફર્યા છે . હવે તેઓ વર્તમાન મંત્રીમંડળના સાથીઓ સાથે બેઠક યોજશે

મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપી દેશે.

ત્યારબાદ મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપી દેશે. વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપી દેશે. મુખ્યમંત્રી સિવાય તમામ સભ્યો રાજીનામા આપશે.

આવતીકાલે સવારે CM સિવાય તમામ મંત્રીની નવેસરથી શપથવિધિ

આવતીકાલે સવારે CM સિવાય તમામ મંત્રીની નવેસરથી શપથવિધિ થશે. આજે મળનારી બેઠકમાં વર્તમાન સરકારના તમામ મંત્રીઓ હાજર રહેશે તો સંગઠનના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ બેઠકમાં હાજર રહેશે.

 મંત્રી બનનારા ધારાસભ્યોને જાણ કરી દેવાઈ

બીજી તરફ મંત્રી બનનારા ધારાસભ્યોને જાણ કરી દેવાઈ છે અને નવા મંત્રી મંડળની રચના અગાઉ મુખ્યમંત્રી નિવાસસ્થાને રાત્રે 8 વાગ્યે બેઠક મળશે અને મંત્રીમંડળમાં સમાવિષ્ટને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ છે.

  • Follow us on: