આવતીકાલે રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે જેની આમંત્રણ પત્રિકા પણ મહાનુભાવો સુધી પહોંચી રહી છે. આવતીકાલે વર્તમાન ઘણા મંત્રીઓ પડતાં મુકાશે અને ઘણા ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે.


નવા મંત્રીઓ અને મહાનુભાવો શું જમશે તેનું મેનુ પણ તૈયાર

આવતી કાલે શપથ સમારોહ બાદ નવા મંત્રીઓ અને મહાનુભાવો શું જમશે તેનું મેનુ પણ તૈયાર થઇ ગયું છે. મેનુમાં ચુરમાના લાડુ, ફુલવડી, બટાકા વટાણા, ટામેટાનું શાક, વાલ, પુરી, ગુજરાતી દાળ, તજ લવિંગ ભાત, છાશ સહિતની વાનગી જમશે

શપથ સમારોહ બાદ 12 વાગ્યા પછી લંચ શરુ થશે

શપથ સમારોહ બાદ 12 વાગ્યા પછી લંચ શરુ થશે જેમાં મહાનુભાવો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા મહત્વના કાર્યકરો તથા પદાધિકારીઓ સાથે ભોજન લેશે.

સોગંદવિધી 17 -10-2025ના રોજ સવારે 11-30 વાગે

આમંત્રણ કાર્ડમાં અધિક સચિવ પ્રોટોકોલ દ્વારા લખાયું છે કે મંત્રીમંડળના પદનામિત સભ્યોની સોગંદવિધી 17 -10-2025ના રોજ સવારે 11-30 વાગે યોજાશે.


  • Follow us on: