ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા નિમાયેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી દિલ્હી પહોંચ્યા હતાં. આ ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોડાયા હતાં. આ બેઠક પાંચ કલાક સુધી ચાલી હતી.


સંગઠનાત્મક વિસ્તરણ અને મંત્રી મંડળમાં ફેરફાર કરવા અંગે ચર્ચાઓ

ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવામાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ આજે અચાનક દિલ્હી પહોંચ્યા હતાં. તેમણે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સંગઠનાત્મક વિસ્તરણ અને મંત્રી મંડળમાં ફેરફાર કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યાં હતાં.

હવે કોઈ પણ સમયે મંત્રી મંડળનું વિસ્તરણ શક્ય બને તેવી સંભાવના

મુખ્યમંત્રી સહિતના નેતાઓની દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે થયેલી બેઠક બાદ મંત્રી મંડળમાં વિસ્તરણ અને સંગઠનની નવી ટીમ અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ભાજપના સુત્રોનું કહેવું છે કે, હવે કોઈ પણ સમયે મંત્રી મંડળનું વિસ્તરણ શક્ય બને તેવી સંભાવના છે. આ ઉપરાંચ વહિવટી મુદ્દાઓ અંગે પણ કેટલાક નિર્ણયો લેવાઈ શકે છે. આ બેઠક ચાલુ હતી ત્યારે ગુજરાતમાં મંત્રીઓ અને ભાજપના ટોચના નેતાઓમાં પણ વિસ્તરણ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. 

  • Follow us on: