રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર થવાની અટકળો વચ્ચે બુધવારે ગાંધીનગરથી મહત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલા સમાચાર મુજબ ગુરુવારે યોજાનારી કેબિનેટ બેઠક નહી મળે


રાજ્યપાલ પણ રાત્રે પરત ફરશે

રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ આગામી એક કે બે દિવસમાં થશે તેવી અટકળો થઇ રહી છે. પોતાના વતનના પ્રવાસે ગયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યા છે. આ સમાચાર વચ્ચે મહત્વના સમાચાર પણ હવે આવ્યા છે.

ગુરુવારે યોજાનારી કેબિનેટની બેઠક નહી મળે.

મહત્વના સમાચાર મુજબ ગુરુવારે યોજાનારી કેબિનેટની બેઠક નહી મળે. હવે મંત્રી મંડળના વિસ્તરણ બાદ જ નવા મંત્રી મંડળની કેબિનેટ બેઠક મળશે

 સપ્તાહના અંતે વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક

 જ્યારે મંત્રી મંડળનું વિસ્તરણ થશે ત્યાર બાદ તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવશે અને ત્યાર બાદ કેબિનેટની બેઠક મળશે તેમ સુત્રોએ જણાવ્યું છે. સપ્તાહના અંતે વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક બોલાવાશે.

10થી વધુ કેબિનેટ મંત્રી

બીજી તરફ મંત્રી મંડળની શપથ વિધીમાં શક્તિ પ્રદર્શન પણ થઇ શકે છે. નવા મંત્રી મંડળમાં 23 ની આસપાસ મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે. જેમાં 10થી વધુ કેબિનેટ મંત્રી હશે

17 ઓક્ટોબરે 12:39 ના વિજય મુહૂર્તમાં શપથ વિધી

સુત્રોના કહેવા મુજબ આગામી 17 ઓક્ટોબરે 12:39 ના વિજય મુહૂર્તમાં શપથ વિધી યોજાઈ શકે છે. બીજી તરફ જે મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેમના આવતીકાલે રાજીનામા લઇ લેવાય તેવી ચર્ચા પણ આવી છે. જો કે મંત્રીઓના રાજીનામા પહેલા કેન્દ્રીય સંગઠનના આગેવાન ગુજરાત આવશે.


  • Follow us on: