રાજ્યના રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે બ્રાહ્મણ (ભૂદેવ) સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે,રાજ્યમાં તેમની વસ્તી લગભગ 70 લાખ જેટલી હોવા છતાં રાજકીય રીતે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ખાસ કરીને વર્તમાન મંત્રીમંડળમાં બ્રહ્મ સમાજના નેતાઓને યોગ્ય અને પૂરતું સ્થાન ન મળતા આ નારાજગી વધુ વકરી છે.બ્રહ્મ સમાજ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક વિશાળ બ્રહ્મ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.













