ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે શીલજ પ્રાથમિક શાળામાં આવેલા મતદાન કેન્દ્રના રૂમ નંબર 1માં જઈ મતદાન કર્યું. મતદાન દરમિયાન તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી મતદાન કરવાની અપીલ પણ કરી.


આનંદીબેન પટેલ, જે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તેમણે લોકશાહીના આ મહત્વપૂર્ણ તહેવારમાં ભાગ લઈને નાગરિક તરીકેની ફરજ નિભાવી. તેમણે જણાવ્યું કે મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ જવાબદારી પણ છે અને દરેક નાગરિકે તેમાં સક્રિય ભાગ લેવો જોઈએ.

ACમાંથી બહાર આવવું પડે એટલે ગરમી લાગે છે : આનંદીબેન પટેલ

બીજી તરતરફ ઓછા મતદાન અંગે આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઓછું મતદાન શરમજનક છે. જે લોકો મતદાન કરવા માટે હજુ સુધી પહોંચ્યા નથી તેમને ટકોર કરતા કહ્યું કે ACમાંથી બહાર આવવું પડે એટલે ગરમી લાગે છે. ખેડૂતો, શ્રમિકો ગરમી-તડકામાં કામ કરે છે. પોતાના માટે નહીં, દેશ માટે મતદાન કરવાનું છે. આપણો પણ સ્વાર્થ છે માટે મતદાન કરવું, ચાલી નથી શકતા તે પણ મત આપે છે. આપણે ઘરમાં બેઠા છે તે શોભા નથી આપતું.

4 વાગ્યા સુધી કેટલી છે મતદાનની ટકાવારી?

તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બપોરે 4 વાગ્યા સુધી મતદાનની ટકાવારી અંગે માહિતી સામે આવી છે. મહાનગર પાલિકામાં 40.79 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જિલ્લા પંચાયતમાં 51.85 ટકા મતદાન થયું હતું. તાલુકા પંચાયતમાં 52.16 ટકા અને નગર પાલિકામાં 48.65 ટકા મતદાન નોંધાયું હતું. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો પ્રતિસાદ શહેરોની તુલનાએ થોડો વધુ જોવા મળ્યો છે.

સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ

ચૂંટણી પંચ દ્વારા મતદાન શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ રીતે, રાજ્યભરમાં મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને સાંજ સુધીમાં મતદાન ટકાવારીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Local Body Election 2026 : અન્ય રાજકીય પક્ષો ચૂંટણી ધર્મ આધારીત બનાવી રહી છે : હર્ષ સંઘવી



  • Follow us on: