નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી દરમિયાન મતદાન અને તાજેતરના મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો ચૂંટણીને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે યોગ્ય નથી. સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચૂંટણી ક્યારેય ધર્મના આધાર પર ન હોવી જોઈએ અને મતદારોને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ.
કોઈ દીકરીની છેડતી જેવી ઘટનામાં રાજનીતિ ન હોઈ શકે
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો મોટી સંખ્યામાં બહાર આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગરમી અને અન્ય પરિસ્થિતિઓ છતાં લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે તેઓ આગળ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે સુરતમાં બનેલી છેડતીની ઘટનાને લઈને પણ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે આવી ગંભીર ઘટનાઓમાં રાજકારણ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.













