
Rajkotમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, તંત્ર એક્શન સફાળું જાગ્યું

Apr 26, 2026 11:58 pm
Apr 26, 2026 11:57 pm
રાજકોટ જિલ્લાના જસદણથી 4 કિમી દૂર બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવમાં ચાર બાળકો ડૂબ્યા હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. ઉનાળાની ગરમીમાં તળાવમાં ન્હાવા પડેલા સામાન્ય પરિવારના ચાર કિશોરો લાપતા થતા અરેરાટી વ્યાપી ગઈ છે. તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવતા તેઓ ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ડેમના ઊંડા પાણીમાં યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાઈ છે.
Apr 26, 2026 11:56 pm
બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સરહદી જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જે સાંજે 6 વાગ્યા સુધી સતત જળવાઈ રહ્યો હતો. કાળઝાળ ગરમી હોવા છતાં, બનાસકાંઠાની જનતાએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લાભરમાં ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ વગર સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Apr 26, 2026 11:45 pm
મહેસાણા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિવિધ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા મળી હતી, જેના કારણે બપોરના સમયે મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ થોડો ઓછો જણાતો હતો. જોકે, સવારના અને સાંજના સમયે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મહેસાણા મહાનગરપાલિકામાં સાંજે 6 વાગ્યા સુધી 53.16 ટકા જેટલું મતદાન નોંધાયું છે, જે શહેરી વિસ્તારની જાગૃતિ દર્શાવે છે.
Apr 26, 2026 11:40 pm
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારે ઉત્સાહપૂર્વક મતદાન સંપન્ન થયું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી હતી, જે સાંજ સુધી યથાવત રહી હતી. દાહોદ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 67% જેટલું જંગી મતદાન નોંધાયું છે. કાળઝાળ ગરમી હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં મતદારોએ પંચાયતી રાજના આ પર્વમાં હોંશભેર ભાગ લીધો હતો, જે સ્થાનિક વિકાસ પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે.
Apr 26, 2026 11:32 pm
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકે જ્યારે સેન્ડવીચ ઓર્ડર કરી, ત્યારે તેમાં જીવતી જીવાત ફરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક હોટલ મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી વિરોધ નોંધાવ્યો હતો. હાઈ-પ્રોફાઈલ હોટલમાં આવી બેદરકારી સામે આવતા ગ્રાહકે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.
Apr 26, 2026 11:26 pm
Apr 26, 2026 11:11 pm
ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. રાજ્યની 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલા આ જંગમાં ગ્રામીણ મતદારોએ શહેરો કરતા વધુ ઉત્સાહ બતાવ્યો છે. સરેરાશ આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં 62.38 ટકા મતદાન નોંધાયું છે, જેમાં આદિવાસી પટ્ટાના જિલ્લાઓએ બાજી મારી છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં જોવા મળ્યું છે, જ્યાં આંકડો 80 ટકાને પાર કરી ગયો છે. આ ઉપરાંત તાપી અને ડાંગ જેવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં પણ 77 ટકાથી વધુ મતદાન નોંધાયું છે, જે લોકશાહી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
Apr 26, 2026 10:59 pm
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત આજે યોજાયેલા મતદાન દરમિયાન ચુડા તાલુકાના જેપર ગામમાં એક અણધારી ઘટના બની હતી. 2-ચુડા-1 જિલ્લા પંચાયત અને 6-ચુડા-1 તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપરના મતદાન મથક નં. 4/5 (નવી પ્રાથમિક શાળા) ખાતે EVM ના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે મતદાન પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ હતી અને મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Apr 26, 2026 10:45 pm
અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ITC નર્મદા હોટલમાં ખાદ્ય સામગ્રીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકની સેન્ડવીચ પર જીવાત ફરતી જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. ગ્રાહકે આ બાબતે તાત્કાલિક હોટલ મેનેજમેન્ટ અને તંત્રને ફરિયાદ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. AMC દ્વારા હાઈજીન જાળવવામાં નિષ્ફળ રહેલી હોટલને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હોટલના ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
Apr 26, 2026 10:30 pm
સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે તમામ નજર પરિણામો પર ટકી છે. વડોદરા શહેરના 19 વોર્ડની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતા જ તમામ મતદાન મથકો પરથી EVM મશીનોને પોલિટેકનિક ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.
Apr 26, 2026 10:14 pm
Apr 26, 2026 09:59 pm
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે અંતિમ મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં અલગ-અલગ સ્તરે સરેરાશ ઉત્સાહજનક મતદાન જોવા મળ્યું છે. જાહેર થયેલા આંકડા મુજબ, 15 મહાનગર પાલિકાઓમાં 49.02% અને 84 નગરપાલિકાઓમાં 59.50% મતદાન નોંધાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જેમાં 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 62.38% અને 34 જિલ્લા પંચાયતોમાં 61.69% મતો પડ્યા છે. આ તમામ બેઠકોનું ભવિષ્ય હવે EVMમાં કેદ છે અને આગામી 28 એપ્રિલે મંગળવારે થનારી મતગણતરી પર સૌની નજર ટકેલી છે.
Apr 26, 2026 09:48 pm
સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોરબંદર જિલ્લામાં સરેરાશ મતદાન મધ્યમ રહ્યું છે, જેમાં કુતિયાણા તાલુકો સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યો છે.
Apr 26, 2026 09:24 pm
જેતપુરના જેતલસર ગામે આજે એક લગ્ન પ્રસંગના હરખમાં વિઘ્ન આવ્યું હતું. જેતલસરની વ્રજ વાટીકા હોટલ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા અથવા શોર્ટ સર્કિટના કારણે અચાનક હોટલમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી હોટલ ભડભડ સળગવા લાગી હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખી હોટલ ભસ્મીભૂત થઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
Apr 26, 2026 09:05 pm
મહેસાણા ચૂંટણીમાં મતદાનના આંકડા
Apr 26, 2026 08:59 pm
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. જિલ્લાની વિવિધ સ્તરની બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં નગરપાલિકામાં સૌથી વધુ 61.71 ટકા મતદાન નોંધાયું છે. મહેસાણા મનપામાં 53.16 ટકા, જિલ્લા પંચાયતમાં 59.88 ટકા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 55 ટકા મતદાન થયું છે. કુલ 466 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 908 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય હવે EVM મશીનોમાં કેદ થયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ તમામ મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે, જે હવે 28 એપ્રિલે મતગણતરી માટે ખુલશે.
Apr 26, 2026 08:45 pm
પંચમહાલ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પંચમહાલ જિલ્લાની જનતાએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. સમગ્ર જિલ્લામાં સરેરાશ 65 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં પંચમહાલના જાંબુઘોડા તાલુકાએ બાજી મારી છે. પછાત ગણાતા આ આદિવાસી વિસ્તારના મતદારોએ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાંબુઘોડામાં 80 ટકાથી પણ વધુ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. આ આંકડો શહેરી વિસ્તારના સુશિક્ષિત મતદારો માટે એક મોટી શીખ સમાન છે, જેઓ ઘણીવાર ગરમી કે અન્ય બહાના હેઠળ મતદાન કરવાનું ટાળતા હોય છે.
Apr 26, 2026 08:30 pm
વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 52.16 ટકા મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે શહેરી મતદારોમાં મધ્યમ ઉત્સાહ રહ્યો હતો. તેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત માટે 71.16 ટકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે 72.34 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જે ગ્રામીણ સ્તરે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહનો પરિચય આપે છે.
Apr 26, 2026 08:14 pm
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે આજે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શહેરના તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. સાંજે 6 વાગ્યે મતદાનના નિર્ધારિત સમયની સમાપ્તિ સાથે જ લોકશાહીના આ મહાપર્વના પ્રથમ તબક્કાનો અંત આવ્યો છે.
Apr 26, 2026 07:59 pm
જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 60.56% ટકા મતદાન નોંધાયું છે. જેમાં માળિયા હાટીના તાલુકો 66.80% સાથે સૌથી વધુ મતદાન કરવામાં મોખરે રહ્યો છે, જ્યારે જૂનાગઢ તાલુકામાં સૌથી ઓછું 57.27% મતદાન નોંધાયું છે. તમામ તાલુકાઓમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને હવે તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે.
Apr 26, 2026 07:46 pm
કુદરતી સૌંદર્યથી છવાયેલા ડાંગ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. ડાંગ જિલ્લાના મતદારોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લગાવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 77.17 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું છે.
Apr 26, 2026 07:31 pm
રાજકોટના જાણીતા કાલાવડ રોડ પર આવેલ ‘ફન બ્લાસ્ટ’ ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. આગની તીવ્રતા એટલી વધારે છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. રવિવારની રજા હોવાથી ગેમ ઝોનમાં લોકોની ભીડ હોવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા બચાવ કાર્ય ઝડપી બનાવવામાં આવ્યું છે. વધુ વિગતોની પ્રતીક્ષા છે.
Apr 26, 2026 07:15 pm
ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. દિવસભર આકરી ગરમીનો પ્રકોપ હોવા છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ EVM મશીનોને સુરક્ષિત રીતે સીલ કરી દેવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિયત કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉમેદવારોના ભાવિ હવે આ મશીનોમાં કેદ થયા છે, જે 28 એપ્રિલ, મંગળવારના રોજ મતગણતરી દરમિયાન જાહેર થશે.
Apr 26, 2026 06:59 pm
સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે આજે યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીમાં સુરતીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું, જેમાં કુલ 52.83 ટકા મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ મશીનોને હવે ચુસ્ત સુરક્ષા વચ્ચે ચાઈના ગેટ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રવાના કરવામાં આવ્યા છે. હવે સૌની નજર 28 એપ્રિલ, મંગળવાર પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરાશે અને શહેરના નવા શાસકોનું ચિત્ર સ્પષ્ટ થશે.
Apr 26, 2026 06:42 pm
Apr 26, 2026 06:30 pm
6 મનપામાં કુલ 48.08 ટકા મતદાન
31 જિલ્લા પંચાયતમાં કુલ 66.68 ટકા મતદાન
231 તાલુકા પંચાયતમાં કુલ 66.84 ટકા મતદાન
81 નગરપાલિકામાં કુલ 59.05 ટકા મતદાન
Apr 26, 2026 06:19 pm
Apr 26, 2026 06:11 pm
મહાનગર પાલિકા- 48.55 ટકા
જિલ્લા પંચાયત- 60.52 ટકા
તાલુકા પંચાયત- 61.15 ટકા
નગર પાલિકા- 58.12 ટકા
Apr 26, 2026 06:02 pm
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે 6 કલાકે મતદાન થયું પૂર્ણ થયું છે. હવે મતદાન મથક અંદર રહેલા મતદારો મતદાન કરી શકશે. જ્યારે નવા મતદારોને પ્રવેશ નહીં મળે. મહાનગરો માટે સરેરાશ મતદાન 49 ટકા જેટલું મતદાન નોંધાયું છે. નગરપાલિકા માટે સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે જિલ્લા પંચાયત માટે સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું છે.
Apr 26, 2026 05:57 pm
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી દરમિયાન લોકશાહી પ્રત્યેની જાગૃતિના પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના વોર્ડ નંબર ૭ માં રહેતી બે સગી બહેનોએ પોતાના લગ્ન હોવા છતાં મતાધિકારને પ્રાથમિકતા આપી હતી. લગ્નના પવિત્ર ફેરા ફરતા પહેલા, બંને બહેનો હાથમાં મહેંદી અને લગ્નના પોશાક સાથે મતદાન મથકે પહોંચી હતી. આ નવવધૂઓએ મતદાન કરીને સંદેશ આપ્યો હતો કે સામાજિક પ્રસંગોની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્વની છે.
Apr 26, 2026 05:42 pm
મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મતદાનની ટકાવારીમાં ગત ચૂંટણી કરતા વધારો નોંધાયો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 47 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે, જે ગત ચૂંટણીના કુલ 46.08 ટકા ના આંકડાને વટાવી ગયું છે. હાલમાં પણ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને જોતા અંતિમ આંકડામાં હજુ પણ મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
Apr 26, 2026 05:29 pm
અમદાવાદ: લોકશાહીના પર્વ દરમિયાન અમદાવાદના અસારવા વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. અસારવાના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાકુવર સિસોદિયા સાથે મતદાન મથકે સુરક્ષાકર્મી દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના ગુલબર્ગ સોસાયટીની સામે આવેલી સરકારી શાળામાં બની હતી, જ્યાં ફરજ પરના એક હોમગાર્ડ જવાન દ્વારા મહિલા ઉમેદવારને ધક્કો મારવામાં આવતા ભારે હોબાળો થયો હતો. આ ગેરવર્તણૂક મામલે કોંગ્રેસના ઉમેદવારોએ એકઠા થઈને સ્થળ પર હાજર ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને લેખિત અને મૌખિક ફરિયાદ કરી તત્કાલ પગલાં લેવાની માંગ કરી છે.
Apr 26, 2026 05:15 pm
મહાનગર પાલિકા- 42 ટકા
જિલ્લા પંચાયત- 53.21 ટકા
તાલુકા પંચાયત- 53.93 ટકા
નગર પાલિકા- 55.03 ટકા
Apr 26, 2026 05:06 pm
સુરતના ચોકબજાર વિસ્તારમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં માત્ર 5 વર્ષના એક માસૂમ બાળક પર 15 વર્ષના કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને માનવતાને લાંછન લગાડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે. પોલીસે પીડિત બાળકના પરિવારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Apr 26, 2026 04:58 pm
ડાયમંડ સિટી સુરતમાં બપોર બાદ પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન કડોદરાના વોર્ડ નંબર 6માં લોકશાહીની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા. ગંભીર કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા એક જાગૃત મતદારે પોતાની શારીરિક પીડાને બાજુ પર મૂકીને મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વ્હીલચેર પર આવેલા આ દર્દીની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા જોઈને મતદાન મથક પર હાજર અન્ય મતદારો અને સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બીમારીને હરાવીને ફરજ બજાવનારા આ નાગરિકે સાબિત કરી દીધું કે દેશહિત માટે કોઈ પણ અવરોધ મોટો નથી.
Apr 26, 2026 04:55 pm
અમદાવાદ: લોકશાહીના પર્વ વચ્ચે શહેરના ગોતા વોર્ડમાં મતદાન પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે. ગોતાના સત્યમ વિસ્ટા ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથકની બિલકુલ બાજુમાં જ ભાજપના કાર્યકરો મતદાર યાદી સાથે રૂમમાં બેઠેલા જોવા મળતા હોબાળો મચ્યો હતો. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેવો નાગરિકે કેમેરો ચાલુ કર્યો કે તરત જ ત્યાં હાજર કાર્યકરો રૂમની બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે ગોતા વોર્ડમાં તંત્ર દ્વારા નિયમો નેવે મુકાયા હોવાના આક્ષેપ સાથે મતદારોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
Apr 26, 2026 04:40 pm
લોકશાહીના પર્વમાં શહેરી વિસ્તારોમાં જોવા મળી રહેલા નીચા મતદાન અંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું કે, ખેડૂતો અને શ્રમિકો ધોમધખતા તડકામાં કામ કરી શકે છે, તો શિક્ષિત લોકોએ માત્ર મતદાન માટે ઘરની બહાર નીકળવામાં ગરમીનું બહાનું ન કાઢવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, જે લોકો ACમાં રહે છે તેમને જ ગરમી લાગે છે, પરંતુ મતદાન એ પોતાના માટે નહીં પણ દેશના હિત માટેની ફરજ છે. ચાલી ન શકતા વૃદ્ધો પણ જ્યારે મતદાન મથકે પહોંચતા હોય, ત્યારે સક્ષમ લોકો ઘરમાં બેસી રહે તે શોભા આપતું નથી તેમ કહી તેમણે આળસ ખંખેરી મહત્તમ મતદાન કરવા અપીલ કરી છે.
Apr 26, 2026 04:30 pm
લોકશાહીના મહાપર્વમાં આજે દાહોદના લીમખેડામાં એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. લીમખેડાના હાથીધરા ગામના વરરાજા ચિરાગ રાવત પોતાની જાન લઈને કન્યાના ઘરે જવાને બદલે સીધા પ્રાથમિક શાળાએ મતદાન કરવા પહોંચી ગયા હતા. બેન્ડ-વાજાના તાલે અને ઘોડે ચઢેલા વરરાજાને જોઈને મતદાન મથક પર હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા વરરાજા અને તમામ જાનૈયાઓએ મતાધિકારનો ઉપયોગ કરી 'પહેલા મતદાન, પછી કન્યાદાન'નો સંદેશ સાર્થક કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Apr 26, 2026 04:20 pm
સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયા વચ્ચે મહેસાણાનું દેલા ગામ આજે સમાચારોનું કેન્દ્ર બન્યું છે. ગામને મનપામાં ભેળવી દેવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તેમને પંચાયત શાસનમાં જ રાખવામાં આવે. આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, જેના વિરોધ સ્વરૂપે આજે મતદાનના દિવસે સવારથી જ ગામમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી દેલા ગામે એકપણ મત ન નાખીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
Apr 26, 2026 04:07 pm
Apr 26, 2026 04:00 pm
છોટાઉદેપુર જિલ્લાના વરધી ગામે 1 વાગ્યા સુધીમાં 0 ટકા મતદાન જોવા મળ્યું છે વરધી ગામે શાળાના મકાનની કામગીરી 4 વર્ષથી અધૂરી છે જેને કારણે ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
Apr 26, 2026 03:45 pm
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 12માં આવેલી સહજાનંદ હાઈસ્કૂલના મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી હતી ત્યારે અચાનક બંને પક્ષના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઘટનાને પગલે મતદાન મથકની બહાર ઉભેલા અન્ય મતદારોમાં પણ થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Apr 26, 2026 03:28 pm
ગોંડલ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે evm બગાડવાની ઘટના સામે આવી છે. ગોંડલના વોર્ડ નં. 2 માં મતદાન મથક 6 માં EVM બગડવાની ઘટના સામે આવતા દોડદામ મચી જવા પામી છે. ધારાસભ્ય ગીતાબા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે. ઝોનલ ઓફિસરને જાણ કરાતા તાત્કાલિક EVM બદલાવ્યું છે
Apr 26, 2026 03:23 pm
સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને લગ્ન પ્રસંગની દોડધામ વચ્ચે પણ આ કપલે મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. લગ્નના પોશાકમાં સજ્જ વર-કન્યાને મતદાન મથકે જોઈ અન્ય મતદારોમાં પણ ભારે આશ્ચર્ય અને આનંદ જોવા મળ્યો હતો.
Apr 26, 2026 03:03 pm
મહાનગર પાલિકા- 31.72 ટકા
નગર પાલિકા- 41.09 ટકા
જિલ્લા પંચાયત- 43.25 ટકા
તાલુકા પંચાયત- 44.07 ટકા
Apr 26, 2026 02:55 pm
1. Bengal માં PM મોદીનો હૂંકાર,કહ્યું કે પહેલા ચરણમાં બંગાળે કમાલ કરી દીધો,ટીએમસીનો અહંકાર તૂટ્યો
2.IPL 2026 : કરૂણ નાયર નહીં પણ દિલ્હી કેપિટલ્સની આ ભૂલથી મળી હાર, આર અશ્વિને કર્યો મોટો ખુલાસો
8. Local body election 2026: જામનગરના ધ્રોલમાં 117 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું
9. CSK vs GT: ગુજરાત ટાઇટન્સ સામે ચેપોકમાં રમશે ધોની? જાણો લેટેસ્ટ અપડેટ
10. બુલેટ ટ્રેન ક્ષેત્રે ભારતની મોટી છલાંગ, 2027માં દોડશે દેશની પ્રથમ 100% સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેન!
Apr 26, 2026 02:54 pm
અમદાવાદમાં અત્યાર સુધીમાં માત્ર 30 ટકા જ મતદાન થયું છે. આગ ઝરતી ગરમીનો અહેસાસ મતદાન પર જોવા મળી રહ્યો છે. ચૂંટણી ટાણે જ શહેરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 44 ડિગ્રીની મતદાન પર અસર વર્તાઈ છે.મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે.
Apr 26, 2026 02:45 pm
લુણાવાડાના ડોકેલાવ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છએ. બારિયા ફળિયુ અને નાયક ફળિયાના મતદારોએ મતદાન નથી કર્યું. નવા ખાંટના મુવાડા બુથ ફાળવતા મતદારોમાં ભારે રોષ ફેલાયો છે નવા ખાંટના મુવાડા ખાતે જવા ગ્રામજનોએ આઠ કિ.મીની સફર કરવી પડે છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાંય કાર્યવાહી નથી કરી. પક્ષના ઉમેદવારે પણ મતદાન કરવા વાહનની વ્યવસ્થા નથી કરી.
Apr 26, 2026 02:35 pm
અમદાવાદ જિલ્લાના સાણંદના મણીપુર ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન ચાર કલાકમાં 160 મતદારોને ઓઆરએસ આપવામાં આવ્યા છે. ગરમીને કારણે ડીહાઈડ્રેશનની અસર વર્તાઈ હતી. મતદાન મથક પર ચક્કર આવવાના કિસ્સા નોંધાયા છે. પાંચ બુથ પર કૂલ 3261 મતદારો છે. અત્યાર સુધીમાં 1063 લોકોએ મત આપ્યો છે.
Apr 26, 2026 02:22 pm
મહેસાણાના બાજીપુરા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સુરતમાં યુવતીની છેડતીની ઘટનાના પડઘા મહેસાણામાં પડ્યા છે. અડાજણમાં પાટીદાર યુવતીની છેડતી મામલે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.બાજીપુરા ગામમાં સામૂહિક ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરાઈ છે. લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. બાજીપુરા અને અન્ય વિસ્તારના પાટીદારોની માગ છે. બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવાને બદલે લાઠીચાર્જ કેમ? તેવા સવાલો કરવામાં આવ્યા છે.
Apr 26, 2026 02:15 pm
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.આગામી 48 કલાક હિટવેવની અગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરતમાં હિટવેવની અગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદ હિટવેવની અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે 41થી 45 ડીગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન કર્યું છે.
Apr 26, 2026 02:02 pm
મહાનગર પાલિકા- 31.32 ટકા
નગર પાલિકા- 38.12 ટકા
જિલ્લા પંચાયત- 41.79 ટકા
તાલુકા પંચાયત- 42.36 ટકા
Apr 26, 2026 01:59 pm
સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદીઓ મતદાનમાં ખૂબ જ પાછળ રહ્યાં છે. બપોર સુધીમાં શહેરમાં માત્ર 28 ટકા જ મતદાન નોંધાયું છે. રાણીપ વોર્ડમાં માત્ર 18 ટકા મતદાન થયું છે. ઓછા મતદાનથી રાજકીય પાર્ટીઓમાં ઉચાટ જોવા મળ્યો છે. અમદાવાદના અનેક મતદાન મથકો ખાલી ખમ જોવા મળ્યા છે. રોડ શો અને બેઠકો અને સભાઓ બાદ પણ મતદારો નિરસ જોવા મળ્યા છે.
Apr 26, 2026 01:54 pm
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં સતત વધારો થવાનો છે. ત્યારે અમદાવાદમાં આજે 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 43.7, ભુજમાં 43.3, રાજકોટ 43.3, ગાંધીનગરમાં 43.2, વડોદરામાં 42.5, ભાવનગરમાં 41.7, સુરતમાં 41 અને દાહોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભીષણ ગરમીના માહોલમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે.
Apr 26, 2026 01:41 pm
અમદાવાદના કુબેરનગરમાં મતદાન દરમિયાન વીવી તોમર સ્કૂલ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતાં. કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતાં પોલીસે દરમિયાનગિરી કરવી પડી હતી.
Apr 26, 2026 01:14 pm
દાહોદના સંજેલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે. મોલી બેઠકના ઉમેદવાર જોશીલાબેનના પતિ પર હુમલો કરાયો છે.અજાણ્યા શખ્સોએ અપહરણ કરી જંગલમાં માર માર્યો છે. સોશિયલ મીડિયા પર માર મારતો વીડિયો વાયરલ થયો છે. હુમલાખોરો માર મારી જંગલમાં ફેંકી ફરાર થયા હતાં. ચૂંટણી પહેલા હિંસક ઘટનાથી પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. આપના કાર્યકરોમાં રોષ, સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Apr 26, 2026 01:07 pm
પંચમહાલમાં કાળઝાળ ગરમીમાં મતદાન પર મોટી અસર થવા પામી છે. બપોર થતાં જ મતદાન મથકો સુમસામ બન્યાં છે. તાપમાન વધતાં મતદારો ગાયબ થયાં છે. સવારની રોનક બપોરે સન્નાટામાં ફેરવાઈ ગઈ છે. આકરા તાપથી મતદાનની ગતિ ધીમી થઈ ગઈ છે. ગરમીના પારાએ મતદારોને ઘરમાં જ રોકી લીધા છે.
Apr 26, 2026 12:51 pm
મોરબીમાં સૌથી વધુ 25.16 ટકા મતદાન
મહેસાણામાં 24.38 ટકા મતદાન નોંધાયું
નડિયાદ મનપામાં 23.41% મતદાન
નવસારી મનપામાં 23.29% મતદાન
વાપી મનપામાં 23.28% મતદાન
કરમસદ-આણંદ મનપામાં 22.47% મતદાન
સુરેન્દ્રનગર મનપામાં 19.49% મતદાન
ગાંધીધામ મનપામાં 14.91% મતદાન
પોરબંદર મનપામાં 14.39% મતદાન
Apr 26, 2026 12:50 pm
છ મનપામાં સરેરાશ 20 ટકાથી ઓછુ મતદાન
અમદાવાદમાં મનપામાં 17.12 ટકા મતદાન
જામનગર મનપામાં 16.91 ટકા મતદાન
સુરત મનપામાં 19.43% ટકા મતદાન
રાજકોટ મનપામાં 18.30% મતદાન
ભાવનગર મનપામાં 18.13% મતદાન
વડોદરા મનપામાં 17.85% મતદાન
Apr 26, 2026 12:49 pm
અમદાવાદમાં થલતેજ વિસ્તાર આમ તો ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં ભાજપની સતત જીત થતી આવી છે. ત્યારે આજે મતદાનના દિવસે જ થલતેજ વોર્ડમાં કોંગ્રેસને દયનીય સ્થિતિ સામે આવી છે. અનુપમ સ્કૂલમાં કોંગ્રેસે ટેબલ ઉપાડી લીધું હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારનો પોલિંગ એજન્ટ પણ નહીં હોવાનું સામે આવ્યું છે. મતદાનના ત્રણ કલાકમાં જ કોંગ્રેસે ટેબલ ઉપાડી લીધું હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ભાજપને વધુ એક બેઠક બિનહરિફ મળી છે.
Apr 26, 2026 12:38 pm
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ મતદાન કર્યું હતું. સુરતના વેડ રોડ પર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં મતદાન કર્યું હતું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. લોકોએ મતદાન કરવા માટે સમય ફાળવવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
Apr 26, 2026 12:29 pm
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ લતીપર ગામે 117 વર્ષીય ધાનુબેન માવજીભાઈ રામાણી નામના વૃદ્ધાએ મતદાન કરી લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.તેમણે મતદાન કેન્દ્ર સુધી પહોંચી પોતાના મતાધિકારનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કર્યો હતો.તેમની આ જિજ્ઞાસા અને લોકશાહી પ્રત્યેનો અડગ વિશ્વાસ જોઈ ત્યાં હાજર મતદારો પ્રભાવિત થયા હતા.વૃદ્ધાએ અન્ય લોકોને પણ મતદાન કરવું એ આપણી ફરજ છે તેવો સંદેશ આપ્યો હતો.
Apr 26, 2026 12:21 pm
વડોદરામાં મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. માંજલપુરમાં બુથ બહાર બબાલ થઈ હતી. પક્ષના પ્રચારના આરોપને લઈને બબાલ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ સામસામે ગાળાગાળી કરી હતી. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
Apr 26, 2026 12:11 pm
મહાનગર પાલિકા- 17.93 ટકા
નગરપાલિકા- 22.77 ટકા
જિલ્લા પંચાયત- 27.92 ટકા
તાલુકા પંચાયત- 27.97 ટકા
Apr 26, 2026 11:57 am
1. DA હવે 58% થી વધીને 60%, 12.46 લાખ કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં આવશે વધુ પૈસા!
2. Local body election: મત આપ્યા બાદ અમિત શાહે બંગાળમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
3. Gold Price Today : ચાંદી ચમકી કે સોનું સસ્તું થયું? જાણો આજના 22 અને 24 કેરેટના તાજા ભાવ
4. Washington Shooting News: ટ્રમ્પના ડિનર પર ફાયરિંગની ઘટના પર શાહબાઝ શરીફે વ્યક્ત કર્યો આઘાત!
5. IPL 2026 : ચેન્નાઈમાં CSK vs GT વચ્ચે આજે ટક્કર,કોણ મારશે બાજી?
7. Punjab Politics : પંજાબ સરકારનો મોટો નિર્ણય,પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની સુરક્ષા હટાવાઈ
10.Local body election 2026: અમદાવાદના ખોખરામાં એક જ વ્યક્તિના નામ બે બે વાર જોવા મળ્યા
Apr 26, 2026 11:42 am
મોરબી 25.16
મહેસાણા 24.38
નડિયાદ 23.41
નવસારી 23.29
વાપી 23.28
કરમસદ આણંદ 22.47
સુરેન્દ્રનગર 19.49
ભાવનગર 18.13
વડોદરા 17.85
સુરત 17.41
જામનગર 16.91
રાજકોટ 16.28
ગાંધીધામ 14.91
પોરબંદર 14.39
Apr 26, 2026 11:35 am
1,સાબરકાંઠા,30.43%
2,મહીસાગર,28.23%
3,ગાંધીનગર,27.52%
4,તાપી,26.89%
5,ગીર સોમનાથ,26.13%
6,નવસારી,25.41%
7,વડોદરા,25.39%
8,અરવલ્લી,24.64%
9,નર્મદા,24.36%
10,પાટણ,22.83%
11,આણંદ,22.77%
12,જૂનાગઢ,22.58%
13,અમરેલી,21.66%
14,વાવ-થરાદ,21.38%
15,પંચમહાલ,21.35%
16,જામનગર,21.32%
17,મોરબી,20.94%
18,મહેસાણા,20.83%
19,ડાંગ (The Dangs),20.77%
20,દેવભૂમિ દ્વારકા,20.27%
21,દાહોદ,20.21%
22,અમદાવાદ,19.82%
23,રાજકોટ,19.73%
24,ખેડા,18.56%
Apr 26, 2026 11:34 am
વાવ થરાદ 33.61
નવસારી 30.19
ખેડા 27.90
ભાવનગર 27.89
વડોદરા 27.65
મહેસાણા 26.91
સુરત 26.30
નર્મદા 26.18
આણંદ 26.02
વલસાડ 25.08
મોરબી 25.02
અમદાવાદ 24.88
પાટણ 23.96
અરવલ્લી 23.83
સાબરકાંઠા 22.88
અમરેલી 22.58
ભરૂચ 22.44
દેવભૂમિ દ્નારકા 22.07
ગાંધીનગર 21.94
ગીર સોમનાથ 21.45
બનાસકાંઠા 21.32
કચ્છ 21.20
ભાવનગર 20.84
સુરેન્દ્રનગર 20.45
બોટાદ 20.38
પંચમહાલ 20.15
રાજકોટ 16.26
દાહોદ 15.97
છોટાઉદેપુર 13.47
તાપી 9.45
Apr 26, 2026 11:29 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા હતાં. દર્શન બાદ તેઓ ભાજપના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે પરેશ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. હવે અમિત શાહ ફરી બંગાળ જવા માટે રવાના થશે. તેમણે આ દરમિયાન બંગાળ જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Apr 26, 2026 11:21 am
સૌથી વધુ મહેસાણા મનપામાં મતદાન
મહેસાણા મનપામાં 24.35 ટકા મતદાન
વાપી મનપામાં 23.28 ટકા મતદાન
નડીયાદમાં 20.73 ટકા મતદાન
મોરબી મહાનગરપાલિકામાં 18.81 ટકા મતદાન
રાજકોટ મનપામાં 13.94 ટકા મતદાન
વડોદરા મનપામાં 12.47 ટકા મતદાન
જામનગર મનપામાં 11.68 ટકા મતદાન
સુરેન્દ્રનગર મનપામાં 11.08 ટકા મતદાન
પોરબંદરમાં મનપમાં 10.60 ટકા મતદાન
સુરત મનપામાં 10.47 ટકા મતદાન
ભાવનગર મનપામાં 8.95 ટકા મતદાન
નવસારી મનપામાં 8.37 ટકા મતદાન
અમદાવાદ મનપમાં 7.17 ટકા મતદાન
ગાંધીધામ મપનામાં 5.24 ટકા મતદાન
Apr 26, 2026 11:08 am
મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે મતદાન કર્યું છે. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું છે. તેમણે લોકોને મત આપવા માટે અપીલ કરી હતી.
Apr 26, 2026 11:03 am
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટમાં ગરમીનો પારો હાલ 38 ડિગ્રી છે. જે બપોરે 2 વાગ્યા સુધીમાં 43 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે. રાજકોટમાં એક તરફ રાજકીય ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. ભર ગરમીમાં મતદારોને મતદાન મથક સુધી લાવવા માટેનો પડકાર છે. ત્યારે ગરમીનો પારો પણ 43 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. શહેરમાં મનપાએ આપેલા ગરમીના એલર્ટ વચ્ચે બપોરે બે વાગ્યા સુધીમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીને લઈને રાજકોટ શહેરના રસ્તા સુમસામ બન્યાં છે. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ ઉમેદવારોના ધબકારા પણ વધી રહ્યાં છે.
Apr 26, 2026 10:56 am
અમદાવાદમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે મતદાન કર્યું છે. તેમણે મતદાન બાદ તમામ લોકોને મત આપવા માટે અપીલ કરી હતી. લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
Apr 26, 2026 10:54 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નારપુરા ખાતેની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે પરિવાર સાથે કામેશ્વર મહાદેવના દર્શન કર્યા હતાં.
Apr 26, 2026 10:52 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. તેમણે પત્ની સાથે મતદાન કર્યું છે. મત આપ્યા બાદ મુખ્યમંત્રીએ લોકોને મત આપવા અપીલ કરી હતી. આજે લોકશાહીનો પવિત્ર પર્વ છે. તમામ લોકોએ મત આપવો જોઈએ.
Apr 26, 2026 10:48 am
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ધારાસભ્ય જીતુ ભગત પણ નારણપુરા પહોંચ્યા છે. અમિત શાહે નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું છે.
Apr 26, 2026 10:44 am
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મતદાન કર્યું હતું. તેમણે વોર્ડ નંબર 20માં બુથ નંબર 73માં મતદાન કર્યું હતું.
Apr 26, 2026 10:28 am
ડભોઇ નગરપાલિકા નું 11.67 ટકા મતદાન
પાદરા નગરપાલિકા નું 9.56 ટકા મતદાન
સાવલી નગરપાલિકા નું 10.63 ટકા મતદાન
વાઘોડિયા નગરપાલિકા નું 10.32 ટકા મતદાન
વડોદરા જિલ્લા નું કુલ મતદાન 9.25 ટકા
Apr 26, 2026 10:28 am
મહાનગર પાલિકા 6.56 ટકા મતદાન
જિલ્લા પંચાયત નું 11.28 ટકા મતદાન
તાલુકા પંચાયત નું 11 ટકા મતદાન
Apr 26, 2026 10:19 am
મહાનગર પાલિકાઓ માટે 5.55%
નગર પાલિકાઓ માટે 7.92%
તાલુકા પંચાયત માટે 7.58%
જીલ્લા પંચાયત માટે 6.25
Apr 26, 2026 10:17 am
રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારની થોરાળા પોલીસે અટકાયત કરી છે. મતદાન બુથના 100 મીટરમાં કાર્યાલય હોવાથી અટકાયત કરાઈ છે. મકબૂલ દાઉદની અટકાયત થતાં વશરામ સાગઠિયા દોડી આવ્યા હતાં.
Apr 26, 2026 10:07 am
જિલ્લા પંચાયત:- 12.28 %
નગરપાલિકા:-
પાટણ :- 8.77 %
સિધ્ધપુર :- 9.21 %
રાધનપુર (પેટા) :- 6.52 %
તાલુકા પંચાયત
પાટણ :- 11.64 %
સરસ્વતી :- 12.76 %
સિધ્ધપુર :-12.02 %
ચાણસ્મા :-11.19 %
હારીજ :-11.91 %
સમી :-12.50 %
શંખેશ્વર :-14.27%
રાધનપુર :- 13.01%
સાંતલપુર:- 13.07 %
Apr 26, 2026 10:03 am
રાજકોટમાં મતદાન મથકમાં મોબાઈલ મુદ્દે માથાકૂટ સર્જાઈ છે. અંબિકા ટાઉનશીપ પાસે સ્થિત મોદી સ્કૂલમાં મતદારો મતદાન કર્યા વિના જ જતા રહ્યાં હતાં. મતદાર મથકમાં પ્રિસાયડીંગ ઓફિસરની દાદાગીરી સામે આવી છે. પ્રિસાયડીંગ ઓફિસરની દાદાગીરીની ફરિયાદ કરાઈ છે.
Apr 26, 2026 09:59 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 વાગ્યે મતદાન કરશે. તેઓ પરિવાર સાથે નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કરશે. મતદાન બાદ કામેશ્વર મહાદેવના કરશે દર્શન, દર્શન બાદ કાર્યકર્તા ઘરે મુલાકાત માટે જશે
Apr 26, 2026 09:58 am
પ્રથમ બે કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન નોંધાયું
મતદારોમાં સવારથી જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો
હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 8 ટકા મતદાન
ઇડર નગરપાલિકાના 7 વોર્ડમાં 9 ટકા મતદાન નોંધાયું
વડાલી નગરપાલિકાના 6 વોર્ડમાં સૌથી વધુ 12 ટકા મતદાન
પ્રત્યેક વોર્ડમાં સરેરાશ 11 ટકા જેટલું મતદાન નોંધાયું
ત્રણ કલાકમાં વડાલી નગરપાલિકા આગળ રહી
Apr 26, 2026 09:54 am
નવસારી મહાનગરપાલિકા - 8.37 ટકા
ગણદેવી નગરપાલિકા - 10.19 ટકા
નવસારી જિલ્લા પંચાયત - 12.84 ટકા
નવસારી તાલુકા પંચાયત - 12.35 ટકા
જલાલપોર તાલુકા પંચાયત - 8.01 ટકા
ગણદેવી તાલુકા પંચાયત - 10.32ટકા
ચીખલી તાલુકા પંચાયત - 13.78ટકા
વાંસદા તાલુકા પંચાયત - 14.08 ટકા
ખેરગામ તાલુકા પંચાયત - 15.39 ટકા
Apr 26, 2026 09:53 am
મોરબી જિલ્લા પંચાયત 5.69 ટકા મતદાન
વાંકાનેર નગરપાલિકા 6.30 ટકા
માળીયા મીયાણા નગરપાલિકા 11.02%
ટંકારા નગરપાલિકા 15.40%
મોરબી તાલુકા પંચાયત 11.97 ટકા
માળીયા મીયાણા તાલુકા પંચાયત 12.71%
હળવદ તાલુકા પંચાયત 12.24%
ટંકારા તાલુકા પંચાયત 14.01%
વાંકાનેર તાલુકા પંચાયત 13 %
Apr 26, 2026 09:52 am
સવારે 7:00 થી 9:00 વાગ્યા સુધી મતદાન ટકાવારી
પહેલા બે કલાકમાં સરેરાશ 10.12 ટકા મતદાન
સૌથી વધુ ભેંસાણ તાલુકામાં 12.38 ટકા મતદાન
સૌથી ઓછું માંગરોળ તાલુકામાં 7.79 ટકા મતદાન
કેશોદ નગરપાલિકા માટે 11.21% મતદાન
Apr 26, 2026 09:51 am
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં થયેલા મતદાનની ટકાવારીના આંકડા સામે આવ્યા છે. સવારે 7થી 9 કલાક સુધીમાં થયેલા મતદાનની વિગતો સામે આવી છે.
1. વાવ - થરાદ જિલ્લા પંચાયત - 14.94 %
2. થરાદ તાલુકા પંચાયત - 13.14 %
3. રાહ તાલુકા પંચાયત - 17.08 %
4. વાવ તાલુકા પંચાયત - 14.28 %
5. ધરણીધર તાલુકા પંચાયત - 14.28 %
6. સુઈગામ તાલુકા પંચાયત - 15.21 %
7. ભાભર તાલુકા પંચાયત - 12.29 %
8. દિયોદર તાલુકા પંચાયત - 18.10 %
9. લાખણી તાલુકા પંચાયત - 15.52 %
10. થરાદ નગરપાલિકા - 14.32 %
11. ભાભર નગરપાલિકા - 13.76 %
Apr 26, 2026 09:49 am
ગીર સોમનાથની ચાર નગરપાલિકામાં બે કલાકમાં મતદાનની ટકાવારીના આંકડા સામે આવ્યા છે સવારે 7થી 9 વાગ્યા સુધીમાં વેરાવળની પાટણ પાલિકામાં 8.10, ઉના પાલિકામાં 7.50, સુત્રાપાડામાં 13.05 અને તાલાલામાં 7.63 ટકા મતદાન નોંધાયું છે.
Apr 26, 2026 09:41 am
વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેન્જામિન સ્કૂલમાં હોબાળો મચી જવા પામ્યો હતો. અધિકારી ચાલુ મતદાને પૈસા ભરેલું કવર આપવા આવતા ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો હતો. હજુ મતદાન શરૂ થયે ગણતરીના કલાક થયાં છે. ત્યારે પ્રિસાઈડિંગ ઓફિસરને એક અધિકારીએ કવર આપતાં જ ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો હતો. કવર આપવા આવેલા શખ્સે પોતાની ઓળખ ઝોનલ અધિકારી તરીકે આપી હતી. શંકાસ્પદ વ્યક્તિએ યોગેશ જોશીનું કાર્ડ બતાવ્યું હતું. હવે કેશ નક્કી થતાં કવર આપવા આવ્યો તેવું આ શખ્સે કહ્યું હતું.
Apr 26, 2026 09:21 am
અમદાવાદના ખાડિયામાં બોગસ પોલિંગ એજન્ટ પકડાયો છે. સેટેલાઈટનો રહીશ ખાડિયામાં વોર્ડ એજન્ટ બન્યો હતો. ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ કરી હતી. કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરી હતી. બોગસ પોલિંગ એજન્ટ સામે ફરિયાદ નોંધવાની ફરિયાદ કરી હતી.
Apr 26, 2026 09:18 am
રાજકોટમાં મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિમલ સ્કૂલ ખાતે બબાલ થઈ હતી. કાપલીમાં ભાજપના ઉમેદવારના નામ અને ફોટો લઈ જતાં વિવાદ થયો હતો. ઉમેદવારોના નામ વાળો હિસ્સો અલગ કરવાનો હોય છે.
Apr 26, 2026 09:11 am
સાબરકાંઠાના ઈડરમાં સાબલવાડ કંપા ગામે 0% મતદાન નોંધાયું છે. મતદાનના બે કલાક થવા છતાં એક પણ મત પડ્યો નથી. સ્થાનિક સમસ્યાઓના પગલે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગામમાં ચૂંટણીનો કોઈ માહોલ જોવા મળ્યો નથી. મતદાન નહીં તથા રાજકીય પાર્ટીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બે કલાક બાદ પણ એક પણ મત નખાયો નથી
Apr 26, 2026 09:03 am
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં છેલ્લા બે કલાકમાં ચાર ટકા મતદાન થયું છે.
Apr 26, 2026 08:59 am
અમદાવાદના ખોખરા સબ ઝોનલ ઓફિસના બુથ રાતોરાત ખસેડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બુથ અન્ય જગ્યાએ ખસેડાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા ઉમેદવારોને પણ કોઈ જાણકારી ના આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બુથ નંબર 39, 40 અન્ય જગ્યાએ ખસેડાયા છે. સબ ઝોનલ ઓફિસમાં તાળા લાગેલા જોવા મળ્યા છે.
Apr 26, 2026 08:43 am
સુરેન્દ્રનગરમાં લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાએ મતદાન કર્યું છે. પોતાના ગામ કેદારિયા ખાતે મતદાન કર્યું છે. લોકોને લોકશાહીના પર્વ પર મતદાનની અપીલ કરી છે.
Apr 26, 2026 08:31 am
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જૂનાગઢમાં બીલખામાં શાતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. 110 વર્ષના વૃદ્ધે ઉત્સાહભેર મતદાન કર્યું છે. રાજાશાહી વખતથી વૃદ્ધ મતદાન કરતા આવ્યા છે. તેમણે વૃદ્ધ લોકોને મત આપવા અપીલ કરી હતી.
Apr 26, 2026 08:28 am
વડાપ્રધાન મોદીએ દિલ્હીથી બેલેટે પેપરથી મતદાન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 વાગ્યે નારણપુરા ખાતે પરિવાર સાથે મતદાન કરશે.
Apr 26, 2026 08:22 am
ભરૂચમાં લાઈટો ગુલ થઈ જતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા હતાં. વોર્ડ નંબર બેમાં આવેલા ઈકરા બુથ પર વીજળી ડૂલ થઈ હતી. વીજળી ડૂલ થતા મીણબત્તી અને ટોર્ચની મદદથી મતદાન થયું હતું. EVM મશીન પણ ખોટકાતું હોવાના મતદારોના આક્ષેપ કરાયો છે. મતદારોએ મીણબત્તીના પ્રકાશમાં મતદાન કર્યું છે.
Apr 26, 2026 08:19 am
પ્રથમ એક કલાકમાં સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાંચ ટકા મતદાન થયું છે. વહેલી સવારથી જ લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. મત આપવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો છે. રાજકીય નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા હતાં.
Apr 26, 2026 08:17 am
વડાપ્રધાન ગુજરાતની દરેક ચૂંટણીમાં ગુજરાત આવીને મતદાન કરતાં હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ગુજરાત આવ્યા નથી. તેમણે દિલ્હીથી બેલેટે પેપરથી મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે.
Apr 26, 2026 08:15 am
મોરબી મનપાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. વોર્ડ નંબર 3માં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મતદાન કર્યુ છે. મોરબી મનપાની 52 બેઠક પર 177 ઉમેદવારો મેદાનમાં છે.મત આપ્યા બાદ કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપ જીતશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરી છે.
Apr 26, 2026 08:13 am
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. વોર્ડ નંબર 21માં બુથ નંબર 75માં તેમણે મતદાન કર્યું છે.
Apr 26, 2026 08:04 am
વલસાડના ઉમરગામમાં ધારાસભ્ય રમણ પાટકરે મતદાન કર્યું છે. તેમણે પરિવાર સાથે સવારે મતદાન કર્યું છે.તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
Apr 26, 2026 07:56 am
નવસારીમાં મતદાન શરૂ થયા પહેલા જ EVM ખોટકાયું છે. વોર્ડ નંબર 6ના મતદાન મથકનું EVM ખોટકાયું છે. કાલિયાવાડી વિસ્તારની કન્યાશાળા ખાતે ખોટકાયું EVM, EVM ખોટકાતા મતદાન પ્રક્રિયા 40 મિનિટ મોડી શરૂ થઈ
Apr 26, 2026 07:53 am
રાજકોટમાં આજે વહેલી સવારે મોક પોલ દરમિયાન ઈવીએમ મશીન ખોટકાયું હતું. વર્ધમાનનગરમાં વોર્ડ નંબર 7માં મુરલીધર શાળામાં મતદાન કેન્દ્રમાં મશીન ખરાબ થયું હતું.EVM મશીનમાં એક બટન કામ કરતુ બંધ થતાં તેને હટાવી લેવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાબેતા મુજબ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ વડોદરામાં પણ ઈવીએમ ખોટકાયું હોવાની ફરિયાદ સામે આવી છે. મતદાર શરૂ થયાના અડધો કલાકના સમયમાં ઈવીએમ ખોટકાયું હતું. કુબેરેશ્વર શાળાના બુથ નંબર સાતમાં ઈવીએમ મશીન ઠપ્પ થયું હતું. આ બુથ પર વહેલી સવારથી જ મતદારો મત આપવા માટે લાઈનમાં લાગ્યા હતાં. ઈવીએમ મશીન ખોટકાતા નવું મશીન લાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી. જ્યારે અમદાવાદના રામોલમાં હાથીજણ બુથ નંબર 44નું ઈવીએમ બંધ થયં છે. ડૂન સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું હતું.
Apr 26, 2026 07:51 am
સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. વરરાજાએ લગ્ન પહેલા જ મતદાન કર્યું છે. પ્રભૂતામાં પગલા પહેલા વરરાજાએ મતદાન કર્યું છે.ગરમીને ધ્યાને લઇ મતદાતાઓની લાઈનો લાગી છે.આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ટીમો સ્ટેન્ડબાય છે.મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
Apr 26, 2026 07:36 am
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ મતદાન કર્યું છે. પત્ની અને પુત્ર સાથે મતદાન કર્યું છે. મતદાન બાદ તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ભાજપના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. તેમણે ભાજપના 72 ઉમેદવારોને ચૂંટવા લોકોને કરી અપીલ
Apr 26, 2026 07:33 am
સુરતમાં માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ મતદાન કર્યું છે. તેમણે ઝરમોરા પ્રાથમિક શાળામાં મત આપ્યો હતો. લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેમણે અપીલ કરી છે.
Apr 26, 2026 07:31 am
પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીએ ડભોડાથી મતદાન કર્યું છે. વહેલી સવારે પ્રથમ મતદાર તરીકેની પરંપરા જાળવી રાખી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનું મતદાન મથક બદલાતા તેમને ફરવું પડ્યું હતું. પોતાના વતન ખેરાલુ તાલુકાના ડભોડાથી મતદાન કર્યું છે. મત આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે, પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ મીડિયા સમક્ષ જીતનો દાવો કર્યો છે.
Apr 26, 2026 07:28 am
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મતદાન કર્યું છે. ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ કર્યું મતદાન.વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી
Apr 26, 2026 07:27 am
મોરબીમાં પૂર્વ સાંસદ મોહન કૂંડારિયાએ મતદાન કર્યું છે. નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું છે. મનપાના વોર્ડ નં 12 માટે મતદાન કર્યું છે. તેમણે લોકોને મત આપવા માટે અપીલ કરી હતી.
Apr 26, 2026 07:24 am
રાજકોટના જસદણમાં ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. જસદણ અને વિછીયા તાલુકામાં જિલ્લા પંચાયતની આઠ બેઠક મતદાન શરૂ થયું છે. તેમણે મતદાન કરીને લોકોને મત આપવા માટે અપીલ કરી હતી. તેમણે ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી.
Apr 26, 2026 07:21 am
કચ્છમાં 422 બેઠક પર મતદાન થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાન શરૂ છે. ચૂંટણીમાં 1065 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે. 15.49 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ, 1866 મતદાન મથકો મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.જિલ્લામાં 518 સંવેદનશીલ મતદાન મથકો છે.21 અતિસંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે.
Apr 26, 2026 07:19 am
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મતદાન કર્યું છે. સાંસદે મતદાન કરવા માટે લોકને અપીલ કરી છે.
Apr 26, 2026 07:18 am
ગીર સોમનાથની ચિત્રાવડ બેઠક પર મતદારોને રિઝવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રતિનિધ દારૂની રેલમછેલ કરતાં ઝડપાયા છે. મતદારોને રીઝવવા માટે દારુ વહેંચવાના ઈરાદે ફરતા હતાં. પોલીસે જેપુર ગામના દિનેશ બાકુની ધરપકડ કરી છે. આરોપીને રમળેચી-ચિત્રાવડ રોડ પરથી પકડીને પોલીસે ધરપકડ કરી છે. તેની કારમાંથી વિદેશી દારૂ સાથે રોકડ રકમ પણ મળી આવી છે.પોલીસે કુલ રૂ.8.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.આરોપી સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધાયો છે.
Apr 26, 2026 07:05 am
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન યોજાશે. જિલ્લા પંચાયતની 47, તાલુકા પંચાયતની 231 અને ત્રણ પાલિકામાં 103 બેઠકો માટે મતદાન યોજાશે. 15.79 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
Apr 26, 2026 06:50 am
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. સુરતમાં વહેલી સવારે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું છે. મહાપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદાન કર્યું છે. અડાજણ ગુજરાતી શાળા નંબર 88માં કર્યું મતદાન
Apr 26, 2026 06:42 am
પંચમહાલના ગોધરાના મતદાન મથકમાં આગનો બનાવ સામે આવ્યો છે. બામરોલીના શારદા મંદિરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. મતદાન શરૂ થતા પહેલા જ આગ લાગી હતી. ગોધરા ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગતા EVMને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.મતદાન મથકમાં ACમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી છે.સદનસીબે કોઈ જાનહાનિ નહીં
Apr 26, 2026 06:30 am
રાજકોટમાં મનપાની ચૂંટણીનું મતદાન શરૂ થાય તે પહેલા જ ઈવીએમ ખોટકાયું છે. વર્ધમાનનગર મતદાન કેન્દ્રમાં મશીન ખરાબ થયું છે. EVM મશીનમાં એક બટન કામ કરતુ થયુ બંધ, મોક પોલમાં બટન કામ ન કરતા નવું મશીન મંગાવ્યું
Apr 26, 2026 06:26 am
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થશે. 84 નગર પાલિકા,15 મહાનગર પાલિકા, 260 તાલુકા પંચાયત,34જિલ્લા પંચાયત માટે મતદાન યોજાશે. રાજ્યમાં 48450 મતદાન મથકો પર થશે મતદાન, 14275 મતદાન મથકો સંવેદનશીલ છે.2196 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે.40816713 મતદારો આજે કરશે મતદાન,264715 પોલિંગ સ્ટાફ કામગીરીમાં રહેશે, 92583 પોલીસ કર્મચારી ફરજ પર રહેશે, 122951 બીયુ મશીન મતદાન માટે રહેશે, 108188 સીયુ મશીન મતદાન માટે રહેશે, 9263 બેઠકો માટે 25537 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.9263માંથી 736 બેઠકો બિન હરિફ થઇ છે.
Apr 26, 2026 06:26 am
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થશે. વડોદરામાં 74 બેઠકો પર મતદાન યોજાશે. 76માંથી 2 બેઠક બિન હરીફ થઇ હતી, 74 બેઠક માટે 257 ઉમેદવાર મેદાનમાં, 21 લાખ 95 હજારથી વધુ મતદારો, 24 હજારથી વધુ યુવા મતદારો કરશે મતદાન, 11 લાખથી વધુ પુરુષ મતદારો, 10 લાખથી વધુ મહિલા મતદારો, 2021ની ચૂંટણીમાં થયું હતું 47.8 ટકા મતદાન, ભારે ગરમી વચ્ચે મતદાન એક પડકાર
Apr 26, 2026 06:25 am
સુરતમાં મનપાની ચૂંટણીમાં 30 વોર્ડના 483 ઉમેદવારો મેદાને છે.13,02,992 પુરુષ અને 11,73,375 મહિલા મતદાર મત આપશે. અન્ય 04 મતદાતાઓ મતદાન કરશે, કુલ 26,76,378 મતદારો આજે મતદાન કરશે, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે,1308 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે
Apr 26, 2026 06:25 am
અમદાવાદમાં લોકશાહીના પર્વ માટે આજે મતદાન યોજાશે. શહેરના 48 વોર્ડમાં 190 બેઠક માટે મતદાન યોજાશે.190 બેઠક માટે 654 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.શહેરના 38 લાખ 303 મતદારો કરશે મતદાન, 19 લાખ 67 હજાર 79 પુરુષ મતદાર અને 18 લાખ 33 હજાર 32 મહિલા મતદારો મત આપશે.ગત ચૂંટણીમાં 43 ટકા રહ્યું હતું મતદાન, શહેરમાં 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે.
Apr 26, 2026 06:25 am
જૂનાગઢના કેશોમાં ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. વોર્ડ નંબર 9માં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે. જૂની અદાવતને લઈને કાર્યકરો બાખડ્યા હતાં.ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારી થતા 3 ને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારમાં ખસેડાયા છે.મતદાન પહેલા જ કેશોદમાં રાજકીય માહોલ ગરમાયો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
Apr 26, 2026 06:25 am
રાજકોટમાં મનપાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક માટે જામશે જંગ, 1014 મતદાન બૂથ પર લોકો કરશે મતદાન, 200થી વધુ ઉમેદવારોનું ભાવિ આજે થશે નક્કી,છેલ્લા 30 વર્ષથી રાજકોટ મનપામાં ભાજપનું શાસન
Apr 26, 2026 06:25 am
વડોદરામાં મંત્રી મનીષા બહેન વકીલ સવારે 9.00 કલાકે મતદાન કરશે. ગોત્રીના વોર્ડ 10માં બેન્ઝમીન સ્કૂલ ખાતે કરશે મતદાન, સાંસદ ડો.હેમાંગ જોશી વોર્ડ 02માં કરશે મતદાન, વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લ વોર્ડ 18માં કરશે મતદાન
Apr 26, 2026 06:24 am
આજે ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણી થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થશે. રાજકોટમાં વજુભાઈ વાળા હરિહર હોલ ખાતે મતદાન કરશે, રાજવી માંધાતાસિંહ મુરલીધર હાઈ સ્કૂલમાં મતદાન કરશે. નરેશ પટેલ બપોરે બારદાન સ્કૂલ ખાતે મતદાન કરશે. કીર્તિદાન ગઢવી,હેમંત ચૌહાણ રાજનગર ચોકમાં મતદાન કરશે.અંજલીબેન રૂપાણી અનિલ જ્ઞાન મંદિર સ્કૂલે કરશે મતદાન

Rajkotમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, તંત્ર એક્શન સફાળું જાગ્યું

Kutch News: નખત્રાણામાં શિક્ષકોની ઘટ અને જર્જરિત શાળા મુદ્દે તાળાબંધી

Surendranagar: ધ્રાંગધ્રાના સોલડી પાસે સ્કૂલ બસ અને પીકઅપ વચ્ચે અકસ્માત, 12થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Surat: પ્રથમ વરસાદમાં જ પાલિકાનો ભ્રષ્ટાચાર છતો, પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં BRTS બસ જમીનમાં ગરકાવ

વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Health Tips: કેન્સરના જોખમને વધારે છે રસોડાની આ વસ્તુઓ, ઘરમાંથી આજે જ દૂર કરો

Weather Update: 14 દિવસના વિરામ બાદ ફરી ચોમાસું થયુ સક્રિય, આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચવાની સંભાવના

Akash Deep Wedding : રોહતાસમાં તિલક અને બનાસરમાં ફેરા, અનોખી રીતે થશે ક્રિકેટર આકાશદીપના લગ્ન

વોર ડીલ : બાંયો ચડાવીને શાંતિની વાતો : અંતે શું થશે?

30 જૂનથી શરૂ થશે ' Kailash Mansarovar Yatra', યાત્રાળુઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા અને નિયમો

Health Tips: કેન્સરના જોખમને વધારે છે રસોડાની આ વસ્તુઓ, ઘરમાંથી આજે જ દૂર કરો