ગુજરાતમાં આજે લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ મત આપવા માટે લોકોની લાઈનો લાગી છે. ગરમી ત્રાહિમામ પોકારાવતી હોવા છતાં મતદારોનો જુસ્સો ડગ્યો નથી. જૂનાગઢમાં 110 વર્ષના વૃદ્ધજને મતદાન કર્યું હતું. હવે જામનગરના ધ્રોલ તાલુકામાં 117 વર્ષના વૃદ્ધાએ મત આપીને લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે.
117 વર્ષીય ધાનુબેન માવજીભાઈ રામાણીએ સંદેશ આપ્યો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ લતીપર ગામે 117 વર્ષીય ધાનુબેન માવજીભાઈ રામાણી નામના વૃદ્ધાએ મતદાન કરી લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.તેમણે મતદાન કેન્દ્ર સુધી પહોંચી પોતાના મતાધિકારનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કર્યો હતો.તેમની આ જિજ્ઞાસા અને લોકશાહી પ્રત્યેનો અડગ વિશ્વાસ જોઈ ત્યાં હાજર મતદારો પ્રભાવિત થયા હતા.વૃદ્ધાએ અન્ય લોકોને પણ મતદાન કરવું એ આપણી ફરજ છે તેવો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Local body election 2026: લોકશાહીના પર્વમાં પોલીસ બની મતદારનો સહારો, અશક્ત મતદારને તેડીને બૂથ સુધી પહોંચાડ્યા













