કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા હતાં. દર્શન બાદ તેઓ ભાજપના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે પરેશ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. હવે અમિત શાહ ફરી બંગાળ જવા માટે રવાના થશે. તેમણે આ દરમિયાન બંગાળ જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


બંગાળ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી મત આપ્યા બાદ ભાજપના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. મત આપ્યા બાદ તેઓ હળવા અંદાજમાં જોવા મળ્યા હતાં. પરેશ પટેલના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. આ દરમિયાન હળવા અંદાજમાં તેમણે બંગાળની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વખતે બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત થશે. અમિત શાહે સ્થાનિકો સાથે પણ મુલાકાત કરી હતી. હવે તેઓ ટૂંક સમયમાં જ બંગાળ જવા માટે રવાના થશે. 

આ પણ વાંચોઃ Gujarat Local body election 2026: લોકશાહીના પર્વમાં પોલીસ બની મતદારનો સહારો, અશક્ત મતદારને તેડીને બૂથ સુધી પહોંચાડ્યા


  • Follow us on: