મોરબીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપવામાં આવી હતી. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયા ચૂંટણી જીતી જાય તો બે કરોડ રૂપિયાનું ઈનામ આપવાની વાત કરી હતી. આ ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ ઉપાડી લીધી હતી. ત્યાર બાદ હાઈ વોલ્ટેજ રાજકિય ડ્રામા શરૂ થયો હતો. કાંતિ અમૃતિયાએ મોરબીથી ગાંધીનગર વિધાનસભા સુધી શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે ફરીવાર મોરબીમાં ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે.


મોરબીમાં ચેલેન્જની રાજનીતિ

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક સભામાં કહ્યું હતું કે, હમણાં મેં એક સ્ટેટમેન્ટ વાંચ્યું હતું કે, આમ આદમી પાર્ટીના એક નેતા કહેતા હતાં કે, વિકાસ માટે હું 20 ટકા ભરી દઈશ એવી વાત કરી હતી. ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, હું 20 કરોડ મંજૂર કરી દઈશ તું 20 ટકા ભરી દે. એક અઠવાડિયામાં જ કાગળ લઈ આવીશ. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકોની ટિકિટો કપાઈ છે તેમની માફી પણ માગી હતી. તેમણે અપક્ષ ઉમેદવારી કરનારા પાલિકાના પર્વ પ્રમુખ પર પ્રહારો કર્યા હતાં. મોરબીમાં મનપાના વોર્ડ નંબર આઠની જાહેરસભામાં કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી. અમે લોકો સિંહ નથી પણ ગામનું રખોપું કરવા માટે સિંહ બન્યા છીએ. 


આ પણ વાંચોઃ Jammu Kashmir Accident: ઉધમપુરમાં ગંભીર અકસ્માત, બસ પલટી જતા 7ના મોત


  • Follow us on: